Dostivosti
Music

જાણો કયા કારણે 24 વર્ષના યુવકને કરવા પડ્યા 81 વર્ષની વૃદ્ધા સાથે લગ્ન…

admin · 3 Oct 2019

યૂક્રેનમાં 18 વર્ષથી 26 વર્ષના યુવકો માટે સેનામાં સેવા આપવી જરૂરી છે. આ ઉંમરના દરેક યુવકને એક વર્ષ સેનામાં આપવું જરૂરી હોય છે. પરંતુ એલેક્ઝેંડર આમ કરવા ઈચ્છતો ન હતો. તેથી તેણે પોતાની દાદી સાથે લગ્ન કરી લીધા. આ સમગ્ર મામલો બહાર આવ્યાં બાદ એલેક્ઝેન્ડરની આકરી ટીકાઓ થઈ રહી છે. પરંતુ તેણે જે કર્યું તે ત્યાંના કાયદાને જોઈએ તો બરાબર છે. વર્ષ 2017માં આ છોકરાને સેનામાં ભરતી થવા માટે એક પત્ર આવ્યો.

પરંતુ રિપોર્ટ્સ મુજબ સેનામાં ભરતી થવામાં છૂટ ત્યારે જ મળી શકે જ્યારે તેના ઉપર કોઈ દિવ્યાંગ વ્યક્તિની દેખભાળની જવાબદારી હોય. આવામાં એલેક્ઝેન્ડરે પોતાની એક પિતરાઈ બહેન કે જે દાદીની ઉંમરની છે તે જિનાઈડાને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને તે માટે તેમને રાજી પણ કરી લીધા. તે જ્યારે 22 વર્ષનો હતો અને દાદી 79 વર્ષના હતાં ત્યારે તેમણે લગ્ન કરી લીધા. આ સમગ્ર મામલે જ્યારે તપાસ કરવામાં આવી તો સ્પષ્ટ થયું કે ખરેખર તેમના લગ્ન થયા છે.

દેશની સેવા કરવા ઈચ્છતા લોકો સેનામાં જોડાવાની પહેલ કરે છે. દેશની સેનામાં જોડાઈ લોકો દેશની એક રીતે સેવા કરે છે. પરંતુ એક 24 વર્ષના યુવકે સેનામાં ભરતી થવું ન પડે તે માટે પોતાની દાદી સાથે લગ્ન કર્યાની ઘટના હાલ ચર્ચામાં છે. આ ઘટના યૂક્રેનની છે. અહીં વિન્નિત્સા શહેરમાં રહેતા એલેક્ઝેંડર કોંડ્રાટ્યૂક નામના વ્યક્તિએ સેનામાં ભરતી ન થવું પડે તે માટે પોતાની 81 વર્ષની દાદી સાથે લગ્ન કર્યા છે.

(Visited 113 times, 1 visits today)