Dostivosti
Breaking

આ બોલિવૂડ ની અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું દેશ માટે સૌથી મોટું એલાન, કરશે ભારતમાં ક્યારેય નથી થયો એવો ધમાકો…

admin · 4 Oct 2019

પ્રિયંકા ચોપરા જલ્દી જ સ્કાઈ ઇઝ પિંકમાં નજર આવશે. આ ફિલ્મમાં તેમની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમની મહત્વની ભૂમિકા છે. આ ફિલ્મનું નિર્દેશન શોનાલી બોસે કહ્યું છે. તમામ આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર પ્રિયંકાએ એક એવી જાહેરાત કરી કે જેનાં લીધે તે ચર્ચામાં છે.

સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પ્રિયંકા ચોપરાએ કહ્યું કે, હું મારા શહેર પાછી આવી ગઈ છું. અહીં હું રજાઓ માણવા કે કામ માટે નથી આવી. હું એટલા માટે આવી છું કારણ કે કાંઈક ખૂબ જ મોટું મારા શહેરમાં થવાનું છે. એવું આજ સુધી નથી થયું. એવું કાંઈક જેને જોયા વગર તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. NBA ભારત આવી રહ્યું છે. આ મારા શહેર મુંબઈમાં થવાનું છે. NBA ઈન્ડિયા 2019 માટે તૈયાર થઈ જાઓ.

પ્રિયંકા ચોપરાએ આ વાતની જાહેરાત કરતા સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, NBA ભારત ખેલમાં સહયોગી બનવા માટે હું ઉત્સાહિતછું. આ ખેલ 4 અને 5 ઓક્ટોબરે થશે. આ ખેલ મુંબઈમાં લાઈવ જોવા માટે હુ ઉત્સુક છું. જલ્દી જ ટિકિટ બુક કરો.

ઉલ્લેખનીય છે કે ભારતમાં પહેલી વાર NBA થવા જઈ રહ્યું છે. આ ખેલ મુખ્યત્વે અમેરિકામાં રમવામાં આવે છે. જેની બ્રાન્ડ એમ્બેસેડર પ્રિયંકા ચોપરાને બનાવવામાં આવી છે. પ્રિયંકા ચોપરાએ હાલમાં જ નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે. અને તે ભારત અને અમેરિકા બંને જગ્યાએ લોકપ્રિય છે.

(Visited 287 times, 1 visits today)