Dostivosti
Breaking

અંતરિક્ષ / સ્પેસ રિસર્ચ માટે ચીન 2050 સુધી પૃથ્વી અને ચંદ્રની વચ્ચે ઈકોનોમિક ઝોન બનાવશે- રિપોર્ટ

admin · 11 Nov 2019

ચીનની આર્થિક મહત્વાકાંક્ષાઓ માટે પૃથ્વી હવે ખૂબ જ નાની છે. તે અંતરિક્ષમાં ઈકોનોમિક ઝોન વિકસિત કરવા પર વિચાર કરી રહ્યું છે, જે ચંદ્રમા અને પૃથ્વીની વચ્ચે હશે. ચીનના એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલજી કોર્પોરેશનના પ્રમુખ બાઓ વીમિને આ માહિતી આપી છે. રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી ન્યુઝ પેપરે ઈન્ડસ્ટ્રીના એનાલિસ્ટના હવાલાથી જણાવ્યું કે ચીન આ પ્રોજેક્ટ પર લગભગ 10 ટ્રિલિયન ડોલર(706 લાખ કરોડ રૂપિયા) ખર્ચ કરશે.

 

 

ચીને હાલના વર્ષોમાં સ્પેસ ટેકનોલોજીમાં ખૂબ જ પ્રગતિ કરી. બાઓ વીમને જણાવ્યું કે ચંદ્રમા અને પૃથ્વીની વચ્ચે આ ક્ષેત્રમાં મોટી આર્થિક ક્ષમતા છે. ચીને આપણી પૃથ્વી અને તેના ઉપગ્રહની વચ્ચે ઓછા ખર્ચમાં અને ભરોસામંદ એરોસ્પેસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને વિકાસ કરવા પર ધ્યાન આપવું જોઈએ. રિપોર્ટ મુજબ, આ પ્રોજેક્ટ માટે બેસિક ટેક્નોલોજી પર 2030 સુધીમાં કામ પુરુ થઈ જશે. જ્યારે પ્રમુખ ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી 2040 સુધી બનવાની શકયતા છે. અધિકારીઓએ જણાવ્યું કે 2050 સુધીમાં ચીન સ્પેસ ઈકોનોમિક ઝોનને સફળતાપૂર્વક સ્થાપિત કરી શકે છે. ચીન તાજેતરના વર્ષોમાં ઝડપથી અંતરિક્ષના ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યુ છે. ચંદ્રમાનો પણ મોટાપાયે અભ્યાસ કરી રહ્યો છે. જુલાઈમાં ખાનગી કંપની આઈ-સ્પેસે આર્બિટલ મિશન માટે પ્રથમ કરિયર રેકેટને સફળતાપૂર્વક પરિક્ષણ કરાવ્યું. તેને બીજિંગ ઈન્ટરસ્ટેલર ગ્લોરી સ્પેસ ટેકનોલોજી પણ કહેવામાં આવે છે. ગત વર્ષ ચીને ચંદ્ર મિશન ચાંગ એ 4 લોન્ચ કર્યું હતું, જે 3 જાન્યુઆરીએ ચંદ્રમાં પર સફળતાપૂર્વક લેન્ડ થયું. એરસ્પેસના પ્રશંસકોનું કહેવું છે કે આ પ્રોજેકટથી ઘણા મહત્વુપૂર્ણ મિશનને ગતિ મળશે. તેમાં લોન્ગ માર્ચ-5 કેરિયર રોકેટ પણ સામેલ છે. ચીનના સૌથી મોટા લોન્ચ વ્હીકલ લાંગ માર્ચ-5ની સહાયતાથી 2020માં ચાંગ-5ને ચંદ્રમાં પરથી સેપલ્સ લાવવા માટે મોકલવામાં આવશે. તેની સાથે જ ચીનના હેવી-લિફ્ટ કેરિયર રોકેટ લોન્ગ માર્ચ-9 2030ની આસપાસ પોતની પ્રથમ ઉડાન ભરી શકે છે.

(Visited 47 times, 1 visits today)