Dostivosti
Breaking

કેન્દ્રીયમંત્રી મંડળની સૌથી મોટી આ ભેટ, હવે લક્ઝરીયસ ક્રૂઝની મજા માણવા માટે ગોવા નહીં જવું પડે…

admin · 14 Nov 2019

ગુજરાતના પ્રવાસીઓએ મોટા જહાજ એટલે કે ક્રુઝ વડે દરિયાઈ મુસાફરીના અનુભવ માટે બીજા રાજ્યમાં અથવા બીજા દેશમાં જવું પડે છે. જો કે હવે આ સમસ્યા ફરવાના શોખીનોને નહિ નડે કારણ કે મુંબઈ થી સૌરાષ્ટ્રના કેન્દ્ર શાસિત પ્રદેશ સુધીની એક લક્ઝરી ક્રુઝને સરકારે લીલી ઝંડી આપી દીધી છે. મુંબઈ પોર્ટથી દીવ વચ્ચે ક્રૂઝ શીપ સેવાનો બુધવાર સાંજથી પ્રારંભ થયો છે. મુંબઈ પોર્ટથી રાતે 8.30 વાગ્યે 400 પેસેન્જરો સાથેનું ક્રૂઝ દીવ જવા માટે રવાના થયું હતું. દીવ હવે ક્રૂઝ સેવા માટેનું નવું સ્થળ બન્યું છે.

 

કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ આ તબક્કે જણાવ્યું હતું કે, નવી ક્રૂઝ સેવાનો પ્રારંભ એ આનંદની વાત છે, કેન્દ્ર સરકાર ક્રૂઝ બિઝનેસને વિકસાવવા માટે કટિબદ્ધ છે, આ બિઝનેસથી રોજગારની નવી તકોનું સર્જન થશે, સ્થાનિક-પ્રાદેશિક તંત્રને ઉત્તેજન મળે તેવી આ સેવામાં ક્ષમતા છે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું કે, મે 2020 સુધીમાં આ ક્રૂઝ શીપ દીવની 17 વાર મુલાકાત લેશે. દેશ ઉપરાંત વિદેશની પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવિયાએ કરેલી એક પ્રેસ રિલીઝ મુજબ મુંબઈના દરિયા કિનારાથી “કર્ણિકા” નામની લકઝરી ક્રુઝ 400 પ્રવાસીઓ સાથે આજે એટલે કે 13મી નવેમ્બરે રાત્રે રવાના થઈ રહી છે જે 14 તારીખે સવારે 8 વાગે પહોંચશે. મનસુખ મંડાવિયાએ આ તમામ પ્રવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.

(Visited 64 times, 1 visits today)