Dostivosti
Breaking

જાણો મીનાક્ષી મંદિરમાં 3500 વર્ષ જૂના શિવ-પાર્વતીના મંદિરમાં 170 ફીટના ગોપુરમ છે, સદીઓ જૂની સોનાની મૂર્તિઓના દર્શને કેટલા લોકો આવે છે

admin · 26 Nov 2019

તમિલનાડુના મદૂરઈ શહેરમાં મીનાક્ષી મંદિર છે. આ મંદિર પોતાની બનાવટને લીધે આખી દુનિયામાં જાણીતું છે. અહીનું ગર્ભગૃહ લગભગ 3500 વર્ષ જૂનું માનવામાં આવે છે. આ મંદિર ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે. મંદિર વિશે એવું કહેવાય છે કે ભગવાન શિવ સુંદરેશ્વરના રૂપમાં દેવી પાર્વતી(મીનાક્ષી) સાથે લગ્ન કરવા માટે પૃથ્વી પર અહીં આવ્યાં હતાં. મંદિર એ જ જગ્યાએ બનાવાયેલું છે.

 

અહીંના વિશાળ પ્રાંગણમાં સુંદરેશ્વર(શિવ મંદિર સમૂહ) તથા જમણી તરફ મીનાક્ષી દેવીનું મંદિર છે. શિવ મંદિર સમૂહમાં ભગવાન શિવની નટરાજ મુદ્રમાં આકર્ષક મૂર્તિ છે. આ મૂર્તિ એક રજત વેદી પર સ્થિત છે. બહાર અનેક શિલ્પ આકૃતિઓ છે, જે માત્ર એક-એક પત્થર પર નિર્મિત છે, સાથે જ ગણેશજીનું મંદિર છે. 45 એકરમાં ફેલાયેલા મંદિરના સૌથી નાના ગુબંદની ઊંચાઈ 160 ફીટ છે. જે મુખ્ય મંદિર સુંદરેશ્વર અને મીનાક્ષી મંદિર સિવાય પણ બીજા મંદિરો છે. જ્યાં ભગવાન ગણેશ, મુરુગન, લક્ષ્મી, રુક્મણી, સરસ્વતી દેવીની પૂજા થાય છે.

 

 

મંદિરમાં એક તળાવ પણ છે પોર્થ સરાઈ કમળ જેનો અર્થ થાય છે સોનાના કમળવાળું તળાવ. સોનાનું 160 ફીટ લાંબુ અને 120 ફીટ પહળુ કમળનું ફૂલ તળાવની વચ્ચો-વચ બનેલું છે. ભક્તોનું માનવું છે કે આ તળાવમાં ભગવન શિવનો નિવાસ છે. મંદિરની અંદર થાંભલાઓ પર પૌરાણિક કથાઓ લખેલી છે અને આઠ થાંભલાઓ પર દેવી લક્ષ્મીની મૂર્તિ બનેલી છે. તે સિવાય અહીં એક ખૂબ જ સુંદર હોલ છે, જેમાં 1000 થાંભલા લાગેલા છે. આ થાંભલાઓ પર સિંહ અને હાથી પણ બનેલાં છે.

 

મંદિરમાં અંદર જવા માટે 4 મુખ્ય દરવાજા(ગોપુરમ) છે, જે એકબીજા સાથે જોડાયેલાં છે. મંદિરમાં કુલ 14 ગોપુરમ છે. જેમાં 170 ફીટનું 9 માળનું દક્ષિણી ગોપુરમ સૌથી ઊંચું છે. આ બધા ગોપરુમમાં જુદા-જુદા દેવી-દેવતાઓની સુંદર આકૃતિઓ બનેલી છે. દર શુક્રવારે મીનાક્ષીદેવી તથા સુંદરેશ્વર ભગવાનની સોનાની મૂર્તિઓને હિંચકામાં ઝૂલવવામાં આવે છે, જેના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તગણો ઉપસ્થિત રહે છે.

(Visited 63 times, 1 visits today)