Breaking

જાણો વાંકાનેરમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ કરવામાં કેવો ખળભળાટ થયો..

By

October 01, 2019

વાંકાનેરમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. સગીરા ડ્રેસની દુકાનમાં કામ કરતી હતી. ફરિયાદ પ્રમાણે દુકાન માલિકે કોલ્ડડ્રિંક્સમાં બેભાન કરવાની દવા ભેળવી દુકાનમાં દુષ્કર્મ આચર્યું હતું.

વાંકાનેરના મેઈન બજારમાં આવેલા પંખેરા ડ્રેસના માલિક વસીમ કાઝીએ તેમની દુકાનમાં કામ કરતી એક સગીરા પર દુકાનમાં જ દુષ્કર્મ કર્યાની ઘટના બનતાં શહેરમાં ચકચાર મચી ગયો છે.

આ બનાવની ઘટના મુજબ ફરિયાદીની સગીર વયની દીકરી ઉંમર 15 વર્ષ અને 4 માસ છે. જે આરોપી વસીમ કાઝીની દુકાનમાં નોકરી કરતી હતી. ગઈકાલે આરોપીએ ફોન કરી ફરિયાદીની સગીર વયની દીકરીને દુકાને બોલાવી બેભાન થઈ જાય તેવું પીણું પીવડાવી દીધું હતું. જે બાદમાં વસીમ કાઝીએ તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદમાં આરોપીની પત્ની મેહરીન વસીમ કાઝીએ ભોગ બનનાર સગીરાને માર માર્યો હતો, એટલું જ નહીં તેણીને ગાળો ભાંડીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ મામલે સગીરાના પિતાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 372 (2) એચ.આઈ., 328, 323, 504, 506 (2) તેમજ પોસ્કો એક્ટ કલમ 3એ, 4, 16 મુજબ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.