જ્યોતિષમાં મનનો કારક ચંદ્રમાં છે અને ચંદ્ર મનનો સ્વામી હોવાથી તેની અસર જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને મનનો અધિદાતા દેવ કહેવામાં આવે છે. મનોવૃત્તિ તેમજ કર્મપથનું તે નિર્ધારણ કરે છે. ચંદ્રમાં બેથી અઢી દિવસમાં રાશિ પરિવર્તન કરે છે દૈનિક રાશિપળ પણ ચંદ્રમાના ગોચર પરથી નક્કી કરી શકાય છે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ચંદ્રમાં 4 રાશિઓમાં ભ્રમણ કરશે. આ ગોચરનું તમામ 12 રાશિઓ પર કેવી અસર પાડશે આઓ જાણીએ વિસ્તારથી.
મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ રાશિ પરિવર્તન સારા સંકેતો લઈને આવશે. માન સન્માનની વૃદ્ધિ થશે. કંઈક નવું કરી શકશો. તમારે 3 ઓક્ટોબરે સાવધ રહેવું પડશે. તમારા માટે આ દિવસ થોડો ભારે છે. બની શકે તમે કોઈ ષડયંત્રના શિકાર બનશો.
વૃષભ રાશિ તમારૂ અઠવાડિયું મિશ્ર પ્રકારનું રહેશે બહુ લાભ પણ નહીં મળે અને નુકસાન પણ નહીં થાય. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
મિથુન રાશિ મિથુન રાશિવાળાને થોડી સંતાન સંબંધીત સમસ્યાઓ રહેશે. 7 ઓક્ટોબરનો દિવસ તણાવપૂર્ણ રહેશે સાવધાન રહેવું.
કર્ક રાશિ કર્ક રાશિવાળા જાતક માટે આ રાશિ પરિવર્તન શુભ રહેશે. 6 ઓક્ટોબરનો દિવસ તણાવભર્યો રહેશે.
સિંહ રાશિ અઠવાડિયાનો આરંભ સારો લાભ કારક રહેશે. મધ્યમ ખર્ચ રહેશે. માન સન્માનની વૃદ્ધિ રહેશે. જ્યોતિષની દૃષ્ટીએ અઠવાડિયુ થોડું મુશ્કેલ રહેશે. 7 ઓક્ટોબરે સાવધાની રાખવાની જરૂર છે.
કન્યા રાશિ શરૂઆત થોડી મુશ્કેલ રહેશે. વેપાર ધંધામાં સફળતા મળશે. 1 ઓક્ટોબર થોડું સાચવવુ.
તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે 2 ઓક્ટોબર તણાવપૂર્ણ રહેશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ રહેશે.
વૃશ્ચિક રાશિ ભાગદોડ અને તણાવ રહેશે. તબીયત સાચવવી. માન સન્માનની વૃદ્ધિ થશે. 4 ઓક્ટોબર તમારા માટે ભારે રહેશે.
ધનુ રાશિ યાત્રા અને દેશાટન કરી શકશો. અટકાયેલા નાણાં પરત મળશે. રણનીતિ કારગત નિવડશે. 7 ઓક્ટોબરનો દિવસ તણાવપૂર્ણ રહેશે.
મકર રાશિ મકર રાશિવાળા માટે આ રાશિ ભ્રમણ લાભદાયક રહેશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. 5 ઓક્ટોબરે સાવધાની જાળવવી.
કુંભ રાશિ કુંભ રાશિવાળાએ સંભાળીને રહેવુ. જવાબદારીઓ વધશે. 6 ઓક્ટોબરે ભાગદોડ વધશે, આર્થિક સમસ્યા સર્જાશે.
મીન રાશિ અઠવાડિયાની શરૂઆતમાં જ પ્રતિકુળ સંયોગો આવશે. કોઈ પણ કાર્ય વેપારનો આરંભ કરી શકશો. 1 ઓક્ટોબરે તબીયત સંભાળવી.