Breaking

ભારતનું આ ગામ સ્વચ્છતાની બાબતમાં એશિયામાં છે નંબર1, ફોટોગ્રાફ જોશો તો રહી જશો દંગ જાણો…

By

October 03, 2019

મેઘાલયના પૂર્વના ખાસી હિલ્સ જિલ્લામાં એક ગામ આવેલું છે. જેનું નામ માવલ્યાન્નોંગ છે. આ ગામ તેના માતૃવંશ સમાજ અને એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકે સુપ્રસિદ્ધ છે. આ ગામને ઈશ્વરનો બગીચા તરીકે પણ ઓળખાય છે. આ એશિયાનું સૌથી વધારે સ્વચ્છ ગામ છે. તેના માટે ગામને અનેક આંતરરાષ્ટ્રિય પુરસ્કાર પણ મળી ચુક્યા છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે સ્વસ્થ મન અને શરીર માટે સ્વચ્છતા હોવી જરૂી છે. તેમના આ વિચારને આગળ વધારી PM મોદીએ દેશમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી છે. જ્યારે દેશભરમાં ગાંધી જયંતિ હર્ષઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે જાણીએ ભારતના એક એવા ગામ વિશે જે સ્વચ્છતાની બાબતે એશિયામાં નંબર 1 છે. આ ગામ સંપૂર્ણ પળે સ્વચ્છ રહે છે.

ઉલ્લેખનીય છે કે પણ છે કે અહીં સાક્ષરતા પણ 100 ટકા છે. ગામના મોટાભાગના લોકો ફાકટું અંગ્રેજી બોલી પણ શકે છે. ગામમાં અનેક સુંદર ઝરણાં આવેલા છે. આ ઉપરાંત માવલ્યાન્નોંગ લિવિંગ રુટ્સ બ્રિજ અને એક બૈલેંસિંગ રોકના કારણે પણ જાણીતું છે.

આ ગામમાં વધારાની વસ્તુઓ અને કચરાને વાંસની એક કચરાપેટીમાં નાંખવામાં આવે છે. પછી આ કચરાપેટીને એક ખાડો ખોદી તેમાં રાખીને તેમાંથી ખાતર પણ તૈયાર કરવામાં આવે છે. ગામમાં ઠેર ઠેર કચરો નાંખવા માટેની વાંસની કચરા પેટી પણ મુકવામાં આવી છે.