ઓકે અને કટોરા કટિંગ ઓકેનો ઈશારો અંગૂઠા અને તેની સાથેની આંગળીને જોડવાથી બને છે. હાલમાં શ્વેત વર્ચસ્વનું પરચમ લહેરાવતા સંગઠનો અને આ વિચારધારામાં વિશ્વાસ રાખતા યુવાનોએ આંગળીઓ વડે ડબલ્યૂનું ચિન્હ સાથે ઈંટરનેટ વડે સમર્થન લેવા પ્રયત્નો કર્યા હતા. એટલા માટે હવે ઓકેને એંટી ડિફૈક્શન લીગના હેટ ઓન ડિસ્પ્લે ડેટાબેઝમાં ઘોર ચરમપંથ દર્શાવતા ચિત્રોની યાદીમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત ડાયલન રુફ બાઉલકટ જેને ભારતમાં કટોરા કટિંગ પણ કહે છે તેને પણ આ યાદીમાં મુકવામાં આવ્યું છે. આ ડેટાબેઝમાં નવા પ્રતીકોમાંથી વધારે ઓલ્ટ રાઈટ સાથે જોડાયેલા છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર તેમાંથી કેટલાક પ્રતીક મુખ્યધારાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, વોટ્સએપ પર વાયરલ થઈ રહ્યા છે. આ ઈશારાની મદદથી તેઓ સોશિયલ મીડિયા પર નેટવર્ક તૈયાર કરે છે.
કયા કયા છે આ ઈશારા એંટી ડિફૈક્શન લીગના હેટ ઓન ડિસ્પ્લે ડેટાબેઝમાં સ્વસ્તિક, આર્ય બ્રધરહુડ લોગો અને નાઝી પાર્ટી ફ્લેગને ઘોર ચરમપંથ અને નફરત ફેલાવતા ચિંહો ગણાવ્યા છે. ઓકેને આ યાદીમાં મુકવાનું કારણ છે કે તે ઈશારો ગુપ્ત રીતે શ્વેત વર્ચસ્વના પ્રતીક તરીકે ઉપયોગમાં આવે છે. આ ઈશારાને વાયરલ કરી લોકોની ભાવનાઓને ઉકસાવવામાં આવે છે. આ કરી તે લોકો વચ્ચેથી પોતાની વિચારધારાને સમર્થન આપતા લોકોને એકત્ર કરવાનું કામ કરે છે. રાજકારણ અને સોશિયલ મીડિયા પર છવાયેલા રહેતા લોકો પણ ઓકેના ઈશારા માટે ચર્ચામાં રહ્યા છે. તેમાં રિપબ્લિકન પાર્ટીના જિના બૈશ પર પણ આરોપ લગાવાયો છે કે તેમણે બ્રેટ કૈવનોઘની સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં ઓકે સાઈન કર્યું હતું.
ઓકેનો ઉપયોગ નસ્લવાદના સ્પષ્ટ પ્રતીક તરીકે કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડમાં બે મસ્જિદોમાં 51 લોકોને ગોળી મારવામાં આવી હતી. આ કામ કરનાર નિઓ, નાજી વિચારધારાના સમર્થક બ્રેંટન હૈરિસન ટારંટએ માર્ચમાં કોર્ટમાં રજૂ થવા પર ઓકેનો ઈશારો દર્શાવ્યો હતો.
મૂક, બધિર લોકો અને ડાઈવિંગ દરમિયાન જે ઈશારો ઓકે શબ્દ માટે વાપરવામાં આવે છે તે ઈશારો વિદેશમાં સજાનું કારણ બની શકે છે. આ ઈશારો સામાન્ય લાગે પરંતુ તેનો ઉપયોગ નફરત ફેલાવતા ચરમપંથી કરતા હોવાનું માનવામાં આવે છે. એટલું જ નહીં આ ઈશારો કરવા બદલ કેટલાક દેશોમાં કઠોર કાર્યવાહી પણ થઈ શકે છે. તાજેતરમાં જ અમેરિકા સહિત ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશોમાં શ્વેત ચરમપંથી વિચારધારાના સમર્થકોએ સાર્વજનિક રીતે નિર્દોષ લોકોની હત્યા કરી હતી. તેવામાં ગન વાયોલન્સ રોકવા અને યુવાનોને આવા સંગઠનોથી બચાવવા માટે વિવિધ દેશોની સરકાર પગલાં ભરી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ચુંટણી પ્રચાર દરમિયાન સોશિયલ મીડિયા પર ઓકેનો ઉપયોગ પ્રતિદ્વંદ્વિક્ષ્યો વિરુદ્ધ કરવામાં આવી રહ્યો છે. એટલા માટે હવે એક યહૂદી નાગરિક અણિકર સંગઠનએ ઓકે સહિત 35 ઘૃણા ફેલાવતા ઈશારાની યાદી જાહેર કરી છે.