Breaking

જાણો બોલો આ બોયફ્રેન્ડનો ફોન ચેક કરવા માટે યુવતીએ કર્યો રસ્તા પર કેવો હંગામો…

By

October 03, 2019

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરી તેના બોયફ્રેન્ડનો ફોન ચેક કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ ફોન લીક થઈ ગયો છે. આ લોક ખોલવા માટે છોકરીએ રોડ પર રીતસરનો હોબાળો મચાવવાની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે જે છોકરી તેના બોયફ્રેન્ડનો ફોન તપાસવા માંગે છે તેમાં ફેસ આઈડી સુવિધા છે. એટલે કે, ફોનનો લોક ચહેરા પરથી ખુલે છે.

ફોનનાં માલિક સીવાય અન્ય કોઈ શખ્સ ફોનનું લોક ખોલી શકતું નથી. ત્યારે વાયરલ વિડીયોમાં દેખાઈ શકે છે કે યુવતી ફેસ આઈડીથી ફોનને ખોલાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ તેનો બોયફ્રેન્ડ નથી ઈચ્છતોકે તે તેનો ફોન ચેક કરે. જ્યારે આ વિડીયોની શરૂઆતમાં બન્ને યુવક-યુવતી બેન્ચ પર બેઠા દેખાઈ રહ્યા છે. અંદાજો લગાવી શકાય છે કે બન્ને પ્રેમી અને પ્રેમિકા છે.

ફોનનું લોક ખુલી જાય છે ત્યારે તે ત્યાંથી ભાગી જાય યુવતી જ્યારે ફોન ચેક કરવા માટે ઉભી થાય છે ત્યારે તેમાં ફેસ આઈડી લાગેલું હોય છે. પછી તે તેનો ફોન પોતાના બોયફ્રેન્ડના ચહેરાની સામે લાવે છે. ત્યારે બોયફ્રેન્ડ ના તો આંખો ખોલે છે કે ના તો પોતાનો ચહેરો બતાવે છે. ત્યારે આ વચ્ચે યુવતી તેની પાછળ ભાગે છે. તે ત્યાં સુધી તેને નથી છોડતી કે જ્યાં સુધી ફોન અનલોક નથી થતો. અને જ્યારે ફોનનું લોક ખુલી જાય છે ત્યારે તે ત્યાંથી ભાગી જાય છે.