Entertainment

જાણો બોલિવૂડ ની આ એકટ્રેસ ને પરણવા માટે આવો છોકરો જોઈએ છે…

By

October 03, 2019

ઍક્ટ્રેસ ક્રીતિ સેનનને પરણવા માટે જોઈએ છે આવો છોકરોઍક્ટ્રેસ ક્રીતિ સેનનનો ખુલાસો, આવા કદ-બાંધા વાળા છોકરા સાથે જ પરણીસ

 

ક્રીતિ સેનનનો ખુલાસો- આવા કદ-બાંધા વાળા છોકરા સાથે પરણીસ.. બૉલીવુડની ઍક્ટ્રેસ ક્રીતિ સેનન પોતાની આવનારી ફિલ્મના કારણે ઘણી ચર્ચામાં છે. આ વર્ષે તેની ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે. જેમાં હાઉસફૂલ 4 પણ શામેલ છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મ છે. કેટલાક દિવસો પહેલા ક્રીતિ સેનન અનીતા શ્રૉફ અદજાનિયાના ટૉક શોમાં પહોંચી. જેમાં તેણે ઘણાં મજેદાર ખુલાસા કર્યા.

 

તેને પૂછવામાં આવ્યું કે, તેનો ‘આઈડિયલ મેન’ કેવો હશે? ત્યારે તેણે કહ્યું કે તેનો સેન્સ ઑફ હ્યૂમર સારો હોવો જોઈએ. સાથે જ તે સારી રીતે વાતચીત કરતો હોવો જોઈએ. ઈમાનદાર અને વફાદાર હોવો જોઈએ. સાથે જ તે ઓછા કદનો ન હોવો જોઈએ. તે બોલી કે, મારો જીવનસાથી એ પણ હોઈ શકે જેણે મારા નામનું ટેટૂ કરાવ્યું હોય.