બોડેલીથી ૧૦ કિમી દૂર આવેલા એક ગામના પરિવાર સાથે બનેલી ઘટના… નર્કાગારમાંથી છૂટકારાનો સમગ્ર ઘટનાક્રમ અરેરાટી ઉપજાવે તેવો!.. વતનથી રત્ન કલાકારના પત્ની સુરત જવા રવાના થયા દરમિયાન રહસ્યમય સંજોગોમાં વડોદરાથી પત્નીનું અપહરણ થયુ હતું
બોડેલી તાલુકાના બોડેલીથી ૧૦ કિમી દૂર આવેલ એક ગામની આ વાત છે. સુરત ખાતે હીરા ઘસવાનું કામ કરતા ગરીબ રત્ન કલાકાર બે દાયકાથી સુરત ખાતે પરિવાર સાથે રહે છે, પ્રસંગોચિત પોતાના વતન ગામડે તેઓ આવે જાય છે. તે દિવસે પણ રત્ન કલાકાર અને તેમની પત્ની ગામડે હતા. જયાંથી પત્ની એકલી સુરત જવા માટે રવાના થઈ હતી.
રહસ્યમય સંજોગોમાં તેમનું વડોદરાથી અપહરણ થયુ હતું અને તેઓને ચાર મહીના સુધી ગાંધીનગરની એક બાંધકામ સાઇટ પર કાચી રૂમમાં પુરી બહારથી તાળુ મારી તેમની પર રોજ પાશવી બળાત્કાર ગુજારાતો રહ્યો હતો. આ રહસ્યમય ઘટનાક્રમમાં છેવટે તેમનો તાજેતરમાં જ કેવી રીતે છૂટકારો થઇ શક્યો તે વાત અરેરાટી ઉપજાવે તેવી છે.
જૂન મહીનાના પહેલા સપ્તાહમાં રત્ન કલાકારની પત્ની તેમના ઘરેથી એક ઇકો કારમાં બેસી વડોદરા પહોંચ્યા હતા. ત્યાંથી તેમને સુરત ખાતે જવાનુ હતું. વડોદરા પહોંચી તેઓ સાથે એવી રહસ્યમય ઘટના બની હતી જેમાં તેમને ભાન જ રહ્યુ ન હતું.
કોઇકે તેમને કંઇક ખવડાવ્યું અને તેઓ બેહોશીના આલમમાં ઢળી પડયા. શું ખાધુ? કેવી રીતે બેહોશ થઇ ગયા તેની પણ તેમને જાણ જ ન થઇ. જયારે તેમને હોંશ આવ્યો ત્યારે તેમની સામે એક અજાણ્યો શખશ સામે ઉભો હતો. રત્ન કલાકારના પત્ની શું બની રહ્યુ છે? તેઓ કયાં ઉભા છે? તે અજાણ્યો શખસ કોણ છે? તેવા સવાલો પૂછવા ઉતાવળા હતા, પણ પેલો શખસ રત્ન કલાકારના પત્નીને ગાળો દઇ તેમને મારી નાંખવાની ધમકીઓ આપી કંઇપણ કોઇને કહ્યું કે ફોન પર વાત કરી છે તો તારી ખેર નથી! તને મારીને ફેંકી દઇશ. ગભરાયેલી મહિલા જીવ બચાવવા શરણે થઇ ગોધરાના ઘોઘંબા તાલુકાનો તે રહીશ હતો. તે વાત પાછળથી ખુલી હતી. રત્ન કલાકારની પત્નીને લઇ તે અજાણ્યો શખ્સ ગાંધીનગરની એક બાંધકામ સાઇટ પર નવુ કામ ચાલતુ હોય ત્યાં લઇ ઔગયો હતો.
ત્યાં શ્રમજીવીઓને રહેવા માટે રૃમો પાડેલી છે. ત્યાં એક રૃમમાં રત્ન કલાકારના પત્નીનેે પોતાની સાથે લઇ ગયો. સાથી મજુરો, કડીયાઓને તે પોતાની પત્ની હોવાની ઓળખ આપતો હતો. મોતની ધમકી અને અગાઉ ખાધેલા મારથી ફફડેલી ૪૫ વર્ષની આ મહિલા ડરના માર્યા થરથર કાંપતી હતી અને ઝનૂની આ વ્યકિતથી ડરી ગઇ હતી. તેને એક ઓરડીમાં પુરી દીધી અને જયારે તે સાઇટ પર કામે જતો તો બહારથી દરવાજાને તાળુ મારી દેતો હતો.
બીજી બાજુ આ મહિલાના પતિએ તેણી સુરત પહોંચી કે નહીં તેની પૂછપરછ કરતા તે રાતે પણ પહોંચી ન હતી તો બીજા દિવસે પણ સુરત આવી નથીનો સગાઓએ જવાબ આપ્યો હતો. મહિલાનો પતિ ચિંતામાં પડયો. હવે ચારેક દિવસ થઇ ગયા અને જે કારમાં બેસીને વડોદરા ગઇ હતી તેને પૂછયું તો વડોદરા જઇ જયાં લાગ્યું કે પૂછુ ત્યાં દુકાનો, ખાનગી બસો, વાહનોવાળાને ફોટો બતાવી પૂછયું પણ રત્ન કલાકારની પત્નીનો તેને પત્તો ન મળ્યો!
આ અંગે મહિલાના પતિએ બોડેલી પોલીસ મથકે પહોંચી અરજી આપી હતી. પોલીસ પૂછપરછ અને પ્રાથમિક તપાસમાં આ મહિલા વડોદરા હેમખેમ પહોંચી હતી. વડોદરાથી તે ગુમ થઇ હતી. જેથી પોલીસનો ટેકનિકલ મુદ્દો હતો કે, તપાસ વડોદરા પોલીસ કરી શકે અને સલાહ અપાઇ કે તમો વડોદરા ફરિયાદ નોંધાવો તો તમને સરળતા રહેશે અને તપાસ ઝડપી બની શકશેે. હતાશ થયેલો પતિ તેના મિત્રો સાથે ફરીવાર પત્નીની શોધખોળ કરવા લાગ્યો. અગમ્ય કારણોસર તે વડોદરા શહેર પોલીસ પાસે ગયો જ નહીં.
દરમિયાન ઘણા દિવસો પછી રત્ન કલાકારની પત્નીનો તેમની બેન ઉપર ફોન આવ્યો હતો. જેમાં બેનને જણાવેલી વિતક કથાના આધારે પરિવારજનો સમજી ગયા હતા કે તેણી કોઇ મુસીબતમાં છે. જે મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો તે નંબર પર સામે કોલ કર્યો તો તે શખસ સમજી ગયો કે મધુના સગાઓનો ફોન છે. એટલે તેણો ફોન કટ કરી સ્વીચ ઓફ કરી દીધો હતો. ફરી એક વખત આ પરિવાર પોલીસ મથકે અપહરણકારના મોબાઇલ નંબર સાથે પહોંચ્યું અને રત્ન કલાકારની પત્નીને છોડાવવા કહ્યું પણ ફરી પોલીસને સરહદનો એજ પ્રશ્ન નડયો.