Awesome

હરિદ્વાર માં એક મૃત વ્યક્તિ માટે 7 મહિલાઓ પોહચી અને તેની પત્ની હોવાનો દાવો કર્યો…

By

October 03, 2019

આ એક એવી સ્થિતિ હતી જેના વિશે ધર્મનગરી હરિદ્વારની પોલીસે ક્યારેય કલ્પના પણ નહી કરી હોય. કોઇ વ્યક્તિનું મોત થઇ જાય અને તેમના દેહ પર દાવો જતાવવા માટે જો એક સાથે સાત-સાત પત્નીઓ પહોંચી જાય તો સ્તબ્ધ થઇ જવું સ્વાભાવિક છે. હરિદ્વારથી સામે આવેલો આ અજીબ-ઓ-ગરીબ મુદ્દાનો કોયડાનો ઉકેલ લાવવો પોલીસ માટે માથાનો દુ:ખાવો બની ગયો છે.

7 મહિલાઓએ પત્ની હોવાનો દાવો કર્યો

રવિવારનાં હરિદ્વારમાં એક 40 વર્ષનાં વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી. મોત બાદ દેહ પર અધિકાર દર્શાવતી 5 મહિલાઓ સામે આવી હતી. પોલીસ માટે મોટી મુશ્કેલી ત્યારે ઉભી થઈ, જ્યારે આ તમામે મૃતકની પત્ની હોવાનો દાવો કર્યો અને એ પણ કહ્યું કે પોતાના ‘પતિ’નાં જીવનમાં અન્ય કોઇ મહિલા હોવા વિશે તેમને કોઇ જાણકારી નથી. કલાકો સુધી ચાલેલા ડ્રામા અને ઝઘડા પછી કોઇક રીતે મૃતકનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. પોલીસ અત્યારે પાંચ મહિલાઓનાં દાવાઓ પર ધ્યાન આપી રહી હતી કે બે વધારે મહિલાઓએ તેની પત્ની હોવાનો દાવો કર્યો.

 

પોલીસને આશંકા છે કે ક્યાંક વધારે મહિલાઓ મૃતનાં દેહ પર અધિકારની માંગ ના કરવા લાગે. પહેલા બનેલા આ કેસને ઉકેલવા માટે હરિદ્વાર પોલીસે અત્યારે થોડાક વધારે દિવસો રાહ જોવાનો નિર્ણય કર્યો છે, જેનાથી દેહ પર દાવો કરનારાઓનું લિસ્ટ પુરુ થઇ શકે. રવિદાસ ચાલીનાં રહેવાસી પવન કુમાર ડ્રાઇવર હતા.

પોલીસનાં જણાવ્યા પ્રમાણે રવિવારની રાત્રે ઝેર ખાઈ લીધું હતુ. પવનની કથિત પત્નીએ તેને બેભાનની હાલતમાં એક નજીકની હૉસ્પિટલમાં ભર્તી કરાવ્યા હતા. સારવાર દરમિયાન પવનનું મોત થઇ ગયું. શરૂઆતની તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે મૃતક પવન કુમાર ભયંકર આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યો હતો. એ પણ સામે આવ્યું કે મૃતક ઘણુ લો પ્રોફાઇલ જીવન પસાર કરી રહ્યો હતો અને તેના વધારે દોસ્ત નહોતા.

 

સિટી પોલીસ થાણાનાં એસએચઓ પ્રવિણ સિંહ કોશ્યારીએ એક વાતચીતમાં જણાવ્યું કે, “અમે એ વાતની તપાસ કરી રહ્યા છીએ કે તેણે આટલું મોટું પગલું કેમ ઉઠાવ્યું. જે મહિલા પવનને હૉસ્પિટલ લઇને ગઇ હતી તે ખુદને પવનની પત્ની ગણાવતી હતી, પરંતુ તેણે આત્મહત્યાનું કોઇ કારણ જણાવ્યું નહીં. અમે જિલ્લા હૉસ્પિટલમાં દેહને અટૉપ્સી માટે મોકલી દીધો છે.” પોલીસ અધિકારીનું કહેવું છે કે મૃતક પવનનાં બેંક ખાતામાં ઝીરો બેલેન્સ હતુ અને તે એક ભાડાનાં મકાનમાં રહેતો હતો.