મુંબઈઃ ‘નચ બલિયે 9’માંથી નીકળ્યા બાદ ફૈઝલ ખાન તથા મુસ્કાન કટારિયાના વચ્ચેના સંબંધો વણસી ગયા છે. બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું અને બંને એકબીજા પર આરોપો મૂકી રહ્યાં છે. મુસ્કાને ફૈઝલ પર વિશ્વાસઘાત કર્યાનો આરોપ મૂક્યો હતો, જેના જવાબમાં ફૈઝલે મુસ્કાનને ઘણું જ ખરું-ખોટું સંભળાવ્યું હતું. મુસ્કાને આરોપ મૂક્યો હતો કે ટીવી સિરિયલ ‘ચંદ્રગુપ્ત મૌર્ય’માં ફૈઝલની માતા બનતી એક્ટ્રેસ સ્નેહા વાઘ સાથે તેના સંબંધો છે. હવે, સ્નેહા વાઘે આ અંગે વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે સ્નેહા વાઘ એક્ટર ફૈઝલ કરતાં 11 વર્ષ મોટી છે.
શું કહ્યું સ્નેહાએ? સ્નેહાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેની પાસે આ મુદ્દે કહેવા જેવું કંઈ જ નથી. તેના જીવનમાં મિત્રો ના હોઈ શકે? ફૈઝલ માત્ર તેનો મિત્ર નથી પરંતુ ફેમિલી ફ્રેન્ડ પણ છે. તેણે ક્યારેય અંગત જીવનની વાતો કોઈનાથી છુપાવી નથી. તે સહજતાથી અંગજ જીવન પર વાત કરે છે. તે સારા-ખરાબ સમયમાં મિત્રોની સાથે રહે છે અને આમાં કોઈ મોટી વાત નથી. તેને ખ્યાલ નથી આવતો કે કોઈ પબ્લિસિટી માટે તેનું નામ કેમ યુઝ કરે છે. આ તો ‘બેગાની શાદી મૈં અબ્દુલ્લા દિવાના’ જેવો ઘાટ થયો છે. બ્રેકઅપમાં તેનો કોઈ રોલ નથી.
શું કહ્યું મુસ્કાને? મુસ્કાને પણ ફૈઝલ ખાનના નિવેદન પર જવાબ આપ્યો છે. ફૈઝલે કહ્યું હતું કે મુસ્કાને તેની સાથે માત્ર લાઈમલાઈટમાં આવવા માટે જ સંબંધો રાખ્યા હતાં. મુસ્કાને કહ્યું હતું કે નવ મહિના પહેલાં ફૈઝલે તેને વિશ્વાસઘાત આપ્યો હતો. તે તેની મિત્ર હતી અને તેણે બંનેની ચેટ વાંચી લીધી હતી. ચેટ વાંચ્યા બાદ તેને ખ્યાલ આવ્યો કે ફૈઝલ તથા સ્નેહા વચ્ચે કંઈક છે. જોકે, તે સમયે ફૈઝલે માફી માગી લીધી હતી અને તેણે પોતાના સંબંધોને બીજીવાર તક આપવાનો નિર્ણય લીધો હતો, કારણ કે તે ફૈઝલને સાચા મનથી પ્રેમ કરતી હતી. જો તે માત્ર પૈસા તથા લાઈમ-લાઈટ માટે ફૈઝલ સાથે હતી તો તેની પાસે એવી ઘણો તકો હતો, જેમાંથી તે આમ કરી શકતી હતી પરંતુ તેણે ક્યારેય આમ કર્યું નહીં. ફૈઝલે જ તેમના સંબંધો પબ્લિકલી કરવાનો નિર્ણય લીધો હતો. ફૈઝલ કદાચ પોતાની ચાઈલ્ડ આર્ટિસ્ટની ઈમેજને બ્રેક કરવા માગતો હતો.