Breaking

આ અભિનેતા બરાબરનો ભેરવાયો! બીજી સાથે ચેટિંગ કરતાં ગર્લફ્રેન્ડે રંગે હાથ ઝડપી લીધો….

By

October 03, 2019

નચ બલિયે 9માંથી બહાર આવીને ફૈઝલ ખાન અને મુસ્કાન કટારિયા એક બીજા પર આરોપ ઉપર આરોપ લગાવી રહ્યા છે. આ સિલસિલો હજુ થોભવાનું નામ નથી લઈ રહ્યો. નચ બલિયેમાંથી બહાર આવીને મુસ્કાને ફૈઝલ પર દગો કરવાનો આરોપ નાખીને બ્રેકઅપ કરી લીધું. જો કે મુસ્કાનના તમામ આરોપોને ફૈઝલે પાયા વિહોણા ગણાવ્યા છે. પરંતુ હવે મુસ્કાને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

એક અખબાર સાથે વાત કરતા મુસ્કાને જણાવ્યું હતું કે ફૈઝલે મને એક વાર નહીં પણ બે બે વાર દગો દીધો છે. એણે 9 મહિના પહેલા પણ મને દગો આપ્યો હતો અને આ વાત 1 વર્ષ ડેટિંગ કર્યા પછી બની. તે તેની એક દોસ્ત હતી, મે એનું ચેટિંગ વાચ્યું ત્યારે મને ખબર પડી અને મે એને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ ફૈઝલે મારી માફી માંગી અને મે માફ કરી દીધો.

અભિનેત્રીએ આગળ જણાવ્યું કે હું એને ખુબ પ્રેમ કરતી હતી એટલે મે એને એક મોકો આપ્યો. જો હું એની સાથે પૈસા અને લાઈમલાઈટ માટે જ રહી હોત તો ક્યારનો કેટલોય ફાયદો ઉઠાવી લીધો હોત. પરંતુ મે એવું નથી કર્યું. અમારા બન્નેનાં સંબંધને જગજાહેર કરવાનો નિર્ણય પણ એમનો જ હતો, મારો નહીં. મને લાગે છે કે એ ચાઈલ્ડ આર્ટિસ્ટની છબીમાંથી બહાર આવવા માંગતો હતો.

આ પહેલા પણ મુસ્કાન ફૈઝલ પર દગો કરવાનો આરોપ લગાવી ચૂકી છે. મુસ્કાન અને ફૈઝલના બ્રેકઅપનું કારણ તેની કો સ્ટાર સ્નેહા વાઘને ગણાવી હતી પરંતુ ફૈઝલે અને સ્નેહાએ આ વાત બિલકુલ ખોટી ગણાવી છે.