કાઈલી જેનર અને સ્કોટની વચ્ચે થયેલા બ્રેકઅપના ન્યૂઝે દરેક ફેન્સને ચોંકાવી દીધા. બંને છેલ્લાં એક વર્ષથી સાથે છે. બંનેની એક પુત્રી છે, જેનુ નામ સ્ટોર્મી વેબસ્ટર છે. TMZએ જણાવ્યું કે કાઈલી અને ટ્રેવિસ અલગ થઈ ગયા છે અને હવે સિંગલ છે. બંનેએ છેલ્લી વખત ડ્રેવિસની ડોક્યૂમેટરી મુવીના પ્રિમિયર પર દેખાઈ હતી.
કાઈલી જેનરે આ ન્યૂઝનો જવાબ આપી એકવાર ફરી સૌને ચોંકાવી દીધા છે. કાઈલીએ ટ્વિટ કર્યું કે ટ્રેવિસ અને મારી વચ્ચે બધુ જ બરોબર છે અને અમારૂ પૂરૂ ધ્યાન સ્ટોર્મી પર છે અમારી દોસ્તી અને અમારી પુત્રી અમારી પ્રાથમિકતા છે. કાઈલીના ટ્વિટે એકવાર ફરી વિચારવા પર મજબુર કરી દીધા છે. અત્યાર સુધી કઈ ક્લિયર નથી કે કપલની વચ્ચે શું ચાલી રહ્યું છે. પરંતુ તેનાથી એક વાક ક્લિયર છે કે હાલ બંને વચ્ચે હધુ બરોબર છે.
કાઈલી જેનરે આ વચ્ચે જસ્ટિન અને હેલીના લગ્નમાં સ્ટોર્મીની સાથે પહોંચી હતી. કાઈલી ઈન્સ્ટાગ્રામ પર સૌથી એક્ટિવ સેલિબ્રિટી છે. તેમણે 10 સપ્ટેમ્બરના રોજ ટ્રેવિસની સાથે પોતાના ફોટાઓ શેર કર્યા હતા. ટ્રેવિસ રેપર છે, કાઈલી અને તે એકબીજાની સાથે 2017થી છે. કાઈલીએ ફેબ્રુઆરી 2018માં સ્ટોર્મીને જન્મ આપ્યો હતો.
કદાર્શિયાં પરિવારની સદસ્ય અને રિયાલિટી ટીવી સ્ટાર કાયલી જેનરને અમેરિકાની સૌથી અમીર મહીલાઓની લિસ્ટમાં પહેલુ સ્થાન મળ્યું હતુ. કાઈલી જેનરની કુલ દોલત 90 કરોડ ડોલર( લગભગ 6 હજાર કરોડ ) કરતા વધુ છે.