અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનાસે કહ્યું કે એને પહેલેથી ક્રિકેટની રમત પ્રત્યે લગાવ છે. એના પિતાને પણ ક્રિકેટનું અનહદ આકર્ષણ હતું. જ્યારે પણ કોઈ ક્રિકેટની ટુર્નામેન્ટ રમાતી હોય ત્યારે બન્ને સાથે ક્રિકેટની મેચ જોવાનો પ્રયત્ન કરતાં. એ શૂટિંગમાં વ્યસ્ત ન હોય તો ક્રિકેટની મેચ જોવાનો ટાઇમ કાઢતી. મેચ દરમિયા જો એ ઊભી થાય અને ભારતીયક્રિકેટર સિક્સર ફટકારે તો એને આખી મેચ દરમિયાન ઊભું રહેવું પડતું. એના કાકા રણજી ટ્રોફીના ખેલાડી રહી ચૂક્યા છે.