Entertainment

જુઓ વીડિયો : KBC કન્ટેસ્ટન્ટ ડોક્ટરે અમિતાભ બચ્ચનને પૂછ્યું,’તમારી પત્ની તમને યંગ રાખવા માટે શું કરે છે’…

By

October 05, 2019

કૌન બનેગા કરોડ પતિની 11મી સીઝન ટીવી ઈન્ડસ્ટ્રીનો મોસ્ટ પોપ્યુલર શો છે. શો હોસ્ટ કરી રહેલા અમિતાભ બચ્ચન પણ અવારનવાર ચર્ચામાં રહે છે. શુક્રવારે કન્ટેસ્ટન્ટ ડોક્ટર ઉર્મિલ ધતકવાલ હોટ સીટ પર બેસ્યા હતા. શોમાં તેણે બિગ બી સાથે મસ્તી પણ ખૂબ કરી.

એપિસોડમાં ઉર્મિલે અમિતાભ બચ્ચનને પણ ઘણા સવાલ કર્યા. આ દરમિયાન તેણે બિગ બીને પૂછ્યું કે તમને યંગ રાખવા માટે તમારી પત્ની શું કરે છે? જેનો બોલિવુડના મહાનાયકે મજેદાર જવાબ આપ્યો.

ઉર્મિલે પૂછ્યું કે, જયાજી આટલું સારી રીતે ધ્યાન કેવી રીતે રાખે છે કે તમને યંગ દેખાવ છો? જેનો અમિતાભ બચ્ચને સ્વીટ જવાબ આપ્યો તેમણે કહ્યું કે, ‘તે જયા છે અને હું યંગ છું’ જે બાદ બધા હસવા લાગ્યા હતા.

ઉર્મિલ ગાયનેકોલોજિસ્ટ છે. શો દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તે તેવા લોકોની મદદ કરવાનું વધારે પસંદ કરે છે જેઓ સારવાર કરાવવા માટે પૈસા ખર્ચી શકતા નથી.