સચિન તેંડુલકરની દીકરી સારાનો આજે જન્મ દિવસ છે, સારા ભલે બોલિવૂડ સાથે કોઈ પણ જાતનો સંબંધ રાખવા નથી માગતી પરંતુ હંમેશાં ફિલ્મોમાં આવવાની ચર્ચામાં રહ્યા કરે છે. સારાની જિંદગી સાથે જોડાયેલો એવો એક કિસ્સો જણાવીએ જે તેના આશિક છે.
સચિન તેંડુલકરના ફેન્સ સાથે આખા મીડિયામાં ચકચાર છવાયેલી છે જ્યારે તેની દીકરી સારા સાથે છેડછાડ કરનાર એક વ્યક્તિની જાણ થાય છે. પશ્ચિમ બંગાલના પૂર્વ મિદનાપુર જિલ્લાનો એક વ્યક્તિ આશિક કોલ કરીને હેરાન કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. હોશ તો ત્યારે ઉડ્યા જ્યારે તે આરોપીની પોલીસે પૂછપરછ કરી ત્યારે.
દેવકુમાર નામના વ્યક્તિએ આરોપીએ લગભગ 20 વાર તેંડુલકરના ઘરે ફોન કર્યો અને સારાની ખોટી વાતો કરવા લાગ્યો. એટલું જ નહીં સારાનું અપહરણ કરવાની પણ ધમકી આપી હતી. આરોપી જણાવે છે કે સારા સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. તે જણાવે છે કે મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેઠી હતી અને તેની નજર સારા પર ત્યારથી તેને પ્રેમ કરવા લાગ્યો હતો.
આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસના હોશ ત્યારે ઉડી ગયા જ્યારે તેના ઘરમાંથી એક ડાયરી મળી હતી, તેમાં આરોપીએ સચિનની દીકરીને પોતાની પત્નીના રૂપમાં નામ લખ્યું હતું. આખો મુદ્દો ત્યારે બહાર આવ્યો જ્યારે સચિને મુંબઈ બ્રાંદ્રામાં તેની સામે ફરિયાદ કરી. જેના પછી પોલીસે આરોપીને ફોન અને લોકેશન ટ્રેક કરીને પકડી પાડ્યો હતો.