Breaking

પતિ સાથે માલદિવમાં મસ્તી કરી રહેલી સોનમ કપૂરના વાયરલ થયા ફોટા

By

October 12, 2019

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર તાજેતરમાં પતિ આનંદ આહુજા સાથે માલદિવમાં રજાઓ પસાર કરી પાછી ફરી છે. સોનમે તેના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. જેમાં તે પતિ સાથે મસ્તી કરતી જોવા મળી હતી.

સોનમનું માનવું છે કે કલાકારોને માત્ર ફિલ્મ અને ફિલ્મની પાર્ટી સુધી સીમિત ન રહેવું જોઈએ. તેમણે સફર કરવી જોઈએ. સોનમનું કહેવું છે કે કલાકારોને ફ્રેન્ડ અને પરિવારની સાથે સમય વિતાવવો જોઈએ, પુસ્તક વાંચવી જોઈએ અને ફિલ્મો જોવી જોઈએ, જેથી પોતાનું સર્વશ્રેષ્ઠ બની શકો.

સોનમ કપૂરને જ્યારે એ પૂછવામાં આવ્યું કે કલાકારોને પોતાનો સમય કેવી રીતે પસાર કરવો જોઈએ તો અભિનેત્રીએ જવાબમાં કહ્યું, મારા ખ્યાલથી જો તમે કલાકાર હોવ તો જીવનનો આનંદ ઉઠાવો જોઈએ.

ક્રિએટિવ રહેવા માટે મુસાફરી કરવી જોઈએ. અને મિત્રો તથા પરિવાર સાથે સમય વિતાવવો જોઈએ. મ્યુઝિયમમાં ફરવું, ફિલ્મો જોવી ફાયદાકારક છે. અત્યારે સોનમ કઈ ફિલ્મમાં કામ કરી રહી છે તેની કોઈ પણ પ્રકારની ચર્ચા કરી નથી.