Breaking

વૃષભ, મિથુન અને કન્યા રાશિનો દિવસ રહેશે સામાન્ય, કેવો રહેશે તમારો દિવસ જાણો

By

October 14, 2019

વિક્રમ સંવત 2075 આસો વદ એકમ, સોમવાર ચંદ્ર-ગુરુનો ત્રિકોણયોગ, બુધ વિશાખામાં મેષ માનસિક બેચેની અનુભવાય. આર્થિક પ્રશ્ન ગૂંચવાતો લાગે. સ્નેહી-મિત્રની મદદ મળે. વૃષભ ધાર્યા કામમાં વિઘ્ન જણાય. ખર્ચનો પ્રસંગ. કૌટુંબિક પ્રસંગ અંગે સફળતા.

મિથુન લાભ અટકતો લાગે. સ્વજનનો સહકાર મળે. વિવાદ ટાળી શકશો. કર્ક ચિંતા-અશાંતિ દૂર થાય. સ્નેહીની મદદથી સફળતા. પ્રવાસ ફળે. સિંહ આપના મનની મૂંઝવણ હળવી બને. ખર્ચ-વ્યયનો પ્રસંગ. મુલાકાત ફળે. કન્યા આપના અગત્યના કામમાં પ્રગતિ. તબિયત સાચવવી. ખર્ચ વધે. તુલા સામાજિક કામકાજ માટે સાનુકૂળતા જણાય. નોકરી-ધંધામાં ધીમો સુધારો. પ્રવાસની તક.

વૃશ્ચિક આપની મૂંઝવણ દૂર થાય. સ્નેહી-મિત્રનો સહકાર. ખર્ચ પર કાબૂ રાખજો. ધન આપના અંગત પ્રશ્નો ગૂંચવાયા હોય તો ઉકેલ દેખાય. નાણાકીય બાબત હલ થાય. મકર આપની ઇચ્છા અધૂરી રહેતી લાગે. કામમાં વિલંબ-વિઘ્ન અનુભવાય. કુંભ પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. ચિંતા હળવી બને. ખર્ચનો પ્રસંગ. મીન આપની અગત્યની કામગીરી સફળ બને. આરોગ્ય સાચવજો. ખર્ચ પર અંકુશ રાખજો.