એક્ટ્રેસ મૌની રોય તેની સુંદરતા અને ટેલેન્ટના કારણે બોલિવૂડની સ્ટાઇલિશ દિવામાં સામેલ થઈ ચૂકી છે. દર વખતે મૌની તેના અદ્ધુત અભિનયથી ફેન્સના દિલ જીતી લેતી હોય છે. મૌની રોય સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે સતત તેની તસવીરો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરતી હોય છે.
આ જ ક્રમમાં મૌની રોયે તાજેતરમાં તેના ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જે ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ તસવીરોમાં મૌની બ્લેક ડ્રેસમાં નજરે આવી રહી છે. મૌનીનો આ સાડી ડ્રેસ છે. જેમાં તે ખૂબજ સુંદર દેખાઈ રહી છે. માત્ર ત્રણ કલાક પહેલા પોસ્ટ કરેલી આ તસવીરોને લખાય ત્યાં સુધી 1.4 લાખથી વધુ લોકોએ જોઈ છે. આ તસવીરોમાં મૌની રોયનો ગ્લેમરસ લુક નજરે આવી રહ્યો છે.