પ્રિયંકા ચોપરા લગભગ ત્રણ વરસ બાદ રૂપેરી પડદે ‘ધ સ્કાઇ ઇઝ પિંક દ્વારા બોલીવૂડમાં પાછી ફરી રહી છે. આ ફિલ્મ મોટીવેશનલ સ્પીકર આયેશા ચોધરીની જિંદગી પર આધારિત છે. ” મનપસંદ સારી ફિલ્મો મળતાં સમય લાગી જતો હોય છે. તેથી જ હું ત્રણ વરસ બાદ બોલીવૂડની ફિલ્મમા જોવા મળીશ. મને એક એકટર તરીકે પાત્રમાં ડૂબી જવાય તેવી જ બોલીવૂડ કે પછી હોલીવૂડની ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા હતી.
તેવામાં મને આ ફિલ્મ મળી જતાં મારો ઉત્સાહ વધ્યો હતો,”તેમ પ્રિયંકાએ જણાવ્યું હતું.
આ ફિલ્મ આયશા ચોધરી પર આધારિત છે. તે દિલ્હીની હતી. તે પ્લ્મોની ફ્રાઈબ્રોસિસ નામની બીમારીનો ભોગ બની હતી. તેનું ૧૮ વરસની વયે અકાળે નિધન થયું હતું. તે મોટિવેશનલ સ્પીકર હોવાની સાથેસાથે એક રાઇટર પણ હતી.