Breaking

આ હૉટ એક્ટ્રેસ બનશે ટીવીની નવી નાગિન, બોલ્ડ તો એટલી છે કે મૌની રૉય પણ લાગશે ફીકી

By

November 01, 2019

એકતા કપૂરના સુપરનેચરલ શૉ નાગિનના ફેન્સ માટે ખુશખબર છે. ટૂંક સમયમાં જ આ શૉની ચોથી સીઝન આવી રહી છે. પહેલી બે સીઝનમાં મૌની રૉય અને ત્રીજી સીઝનમાં સુરભી જ્યોતિએ નાગિન બનીને દર્શકોને મનોરંજન પૂરૂ પાડ્યુ.

તેવામાં હવે તેની ચર્ચા થઇ રહી છે કે નાગિન 4માં લીડ રોલમાં કઇ હસીના હશે. આ સવાલનો જવાબ છે નિયા શર્મા. નાગિનની ચોથી સીઝન માટે ટેલિવિઝનની હૉટ એક્ટ્રેસ નિયા શર્માને સાઇન કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નિયા શર્માને નાગિન-4 માટે ફાઇનલ કરી લેવામાં આવી છે. અગાઉ નિયા શર્મા ટીવી શૉ ઇશ્ક મે મરજાવામાં લીડ રોલ કરતાં જોવા મળી છે. નિયા શર્મા ઘણાં પૉપ્યુલર ટીવી શૉઝમાં નજરે આવી ચુકી છે. પરંતુ નાગિન 4 નિયા શર્માના કરિયરનો પહેલો સુપરનેચરલ શૉ હશે.

નાગિન 4નો હિસ્સો બનવા અંગે હાલ નિયા તરફથી તો કોઇ નિવેદન આવ્યુ નથી. રિપોર્ટ્સ અનુસાર નિયા શર્મા દિવાળી બાદ નાગિન 4 માટે શૂટ કરશે.

Nia-Sharma-Hot

જણાવી દઇએ કે નિયાએ ટીવી ઇન્ડસ્ટ્રીમાં કાલી નામના શૉથી એન્ટ્રી કરી હતી. પરંતુ તેને પોપ્યુલારીટી ‘એક હજારો મે મેરી બહેના હે’ થી મળી.

અગાઉ ક્રિસ્ટલ ડિસૂઝાને નાગિન માટે અપ્રોચ કરવામાં આવી હોવાની અટકળો વહેતી થઇ હતી. તાજેતરમાં જ એકતા કપૂરે સોશિયલ મીડિયા પર નાગિન 4નું ટીઝર શેર કર્યુ હતુ.