NEW YORK, NY - APRIL 26: Priyanka Chopra discusses "Quantico" with the Build Series at Build Studio on April 26, 2018 in New York City. (Photo by Roy Rochlin/WireImage)

Breaking

ફ્લેશબેક / પ્રિયંકા ચોપરાએ કહ્યું, મને ફિલ્મ્સમાં રિપ્લેસ કરવામાં આવી તો હું રડી પડી હતી અને પિતાને પૂછ્યું હતું, હું જ કેમ?

By

November 02, 2019

મુંબઈઃ હાલમાં પ્રિયંકા ચોપરા પોતાની ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશન દરમિયાન પ્રિયંકાએ કહ્યું હતું કે કરિયરમાં એક સમય એવો પણ હતો કે તેને કહ્યાં વગર જ ફિલ્મમાંથી રિપ્લેસ કરી દેવામાં આવતી હતી. જોકે, એક્ટ્રેસે ફિલ્મ્સના નામ કહ્યાં નહોતાં. પ્રિયંકાએ વધુમાં કહ્યું હતું કે રિપ્લેસ કર્યાં બાદ તે રડતાં રડતાં પિતા પાસે ગઈ હતી.

પરિસ્થિતઓમાં ફસાઈને ના રહેવાનો નિર્ણય કર્યો હતો પ્રિયંકાએ આગળ કહ્યું હતું કે તેને જાણ કર્યાં વગર જ રિપ્લેસ કરી દેવામાં આવી હતી. એકવાર તેને કો-એક્ટરે આ અંગે કહ્યું હતું અને બીજીવાર તેણે ન્યૂઝ પેપરમાં આ વાંચ્યું હતું. ત્યારે જ તેણે નક્કી કર્યું હતું કે તે આ બધી પરિસ્થિતિઓમાં ફસાઈને રહેશે નહીં. જ્યારે પહેલી વાર તેને આ રીતની જાણ થઈ તો તે રડતાં રડતાં પિતા પાસે ગઈ હતી અને પૂછ્યું હતું કે તે જ કેમ? પિતાએ તેને સવાલ કર્યો હતો કે હવે તું આગળ શું કરીશ? ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે તે પોતાની જાતને સાબિત કરવા માટે સારી રીતે કામ શીખશે અને સારું પર્ફોર્મ કરીશ. ફિલ્મ ચાલે કે ના ચાલે પરંતુ તે તેનું કામ બેસ્ટ રીતે કરશે.

પ્રિયંકાને મતે, ઈન્ડસ્ટ્રીમાં કોઈને પણ ગમે ત્યારે રિપ્લેસ કરી દેવામાં આવે છે, કારણ કે અહીંયા મહિલાઓની વેલ્યુ પુરુષોની તુલનામાં ઓછી આંકવામાં આવે છે. આ વાતને આગામી પેઢીની યુવતીઓએ બદલવાની જરૂર છે.

‘ધ સ્કાય ઈઝ પિંક’ 11 ઓક્ટોબરે રિલીઝ થશે પ્રિયંકાની આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. આ ફિલ્મને શોનાલી બોસે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ મોટિવેશનલ સ્પીકર આયેશા ચૌધરી પર આધારિત છે. ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત ફરહાન અખ્તર, ઝાયરા વસીમ છે. ઝાયરાએ આયેશાની ભૂમિકા ભજવી છે. જ્યારે તેના પેરેન્ટ્સના રોલમાં પ્રિયંકા તથા ફરહાન અખ્તર છે.