Breaking

UPમાં જોવા મળ્યો પ્રિયંકા ગાંધીનો અનોખો અંદાજ, જુઓ તસવીરો

By

November 08, 2019

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સોમવારથી અમેઠી અને રાયબરેલીની બે દિવસની મુલાકાત છે. જ્યારે મંગળવારે તેમનો એક અલગ અંદાજ જોવા મળ્યો. જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ છે.

રાયબરેલીમાં તેમને સામાન્ય લોકો સાથે મુલાકાત કરી એટલું જ નહીં પ્રિયંકા ગાંધીએ દુકાનદારો સાથે તેમની દુકાનમાં જઈ તેમની સમસ્યાઓ વિશે વાત કરી. પ્રિયંકા ગાંધી લોકસભાની ચૂંટણી 2019માં વારાણસી બેઠકથી લડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણી મેદાનમાં ટક્કર આપશે એવી અટકળોનો માહોલ હાલ ગરમાયો છે. જ્યારે આ વિશે પ્રિયંકા ગાંધીને પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું કે જે પાર્ટી નક્કિ કરશે. તે માન્ય રહેશે. જોકે મંગળવારે પ્રિયંકા ગાંધીએ સાડીની દુકાનમાં દુકાનદાર પાસે બેસીને વાર્તાલાપ કર્યો ઉપરાંત કરિયાણાની દુકાનમાં પણ વસ્તુઓ જોતા પ્રિયંકા ગાંધી નજરે આવ્યા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની કમાન રાહુલ ગાંધીએ સંભાળ્યા બાદ પ્રિયંકા ગાંધી પણ રાજકીય દુનિયામાં કદમ મુક્યો છે. ત્યારે પ્રિયંકા ગાંધીની લોકપ્રિયતા વધારે જોવા મળી રહી છે અને પ્રિયંકા ગાંધીની આ આગવા અંદાજના કારણે તેમની લોકપ્રિયતા વધી રહી છે