ફિલ્મોમાં જો કોઇ સીનની સૌથી વધુ ચર્ચા થતી હોય તો તે છે એકટર-એક્ટ્રેસના કિસિંગ સીન. ઘણીવાર આવા સીન પર હોબાળો પણ થયો છે. સાથે જ નિર્માતા-નિર્દેશક તેને સ્ટોરીની ડિમાન્ડ પણ કહે છે. આજે અમે તમને આ કિસિંગ સીનની હકીકત જણાવીશું. આ સીનને કેવી રીતે ફિલ્માવવામાં આવે છે તે જાણીને તમને ચોક્કસપણે નવાઇ લાગશે. તમારા મનમાં એવો સવાલ જરૂર હશે કે જે એક્ટર-એક્ટ્રેસ ક્યારેય એકબીજાને મળ્યાં પણ નથી, તેમને એકબીજાને કિસ કરવામાં કેટલી તકલીફ પડતી હશે. તમને તેવો પણ સવાલ થસો હશે કે આટલા બધા ક્રૂ મેમ્બર્સની સામે એક્ટર્સ સરળતાથી કિસિંગ સીન કેવી રીતે આપતાં હશે. પરંતુ તમને જણાવી દઇએ કે ફિલ્મોમાં કેટલાંક સીન્સ રિયલમાં ફિલ્માવવામાં આવે છે તો ક્યાંરેક તેના બોડી ડબલનો યુઝ કરવામાં આવે છે. ફિલ્મોમાં મોટાભાગે કિસિંગ સીન રિયલમાં ફિલ્માવવામાં આવે છે. જો કે કોઇ અભિનેત્રી કિસિંગ સીન માટે તૈયાર ન હોય તો ડાયરેક્ટર બૉડી ડબલનો યુઝ કરે છે. ઘણીવાર એવું બને છે કે અભિનેત્રી આવા સીન આપવાનો ઇનકાર કરે અને આ સીન સ્ટોરી માટે મહત્વનો હોય તો તેના માટે અનોખી રીતે આ સીન ફિલ્માવવામાં આવે છે.
અસલમાં હીરો-હિરોઇન એકબીજાને કિસ નથી કરતા. થોડા સમય પહેલાં સાઉથની ફિલ્મોનો એક બિહાઇન્ડ ધ સીન્સ વીડિયો સામે આવ્યો હતો. તેના દ્વારા હકીકત સામે આવી હતી કે આખરે આ કિસિંગ સીન કેવી રીતે શૂટ થાય છે. આ સીન 2012માં આવેલી તમિલ/ તેલુગુ ફિલ્મ ‘માત્તારાન’નો છે. જેમાં એક હૉલમાં કાજલ અગ્રવાલ અને સૂર્યા વચ્ચે આ સીન શૂટ કરવામાં આવ્યો. પરંતુ હકીકતમાં તેમણે એકબીજાને કિસ કરી ન હતી. હકીકતમાં કાજલે એક કુશનને કિસ કરી જ્યારે સૂર્યાએ એક પ્લાસ્ટિક શીટને કિસ કરી. જે બાદ વિઝ્યુઅલ ઇફેક્ટની મદદથી એવું દેખાડવામાં આવ્યું કે તેમણે એકબીજાને ખરેખર કિસ કરી. આ જ રીતે બોલીવુડની ફિલ્મોમાં પણ કિસિંગ સીન શૂટ થાય છે. ફિલ્મ ‘મેને પ્યાર કિયા’માં સલમાન ખાન અને ભાગ્યશ્રી વચ્ચે એક કિસિંગ સીન હતો અને બંને એક્ટર્સે આ સીન કરવાથી ઇનકાર કરી દીધો. આખરે ડાયરેક્ટર સૂરજ બડજાત્યાએ સલમાન અને ભાગ્યશ્રી વચ્ચે એક કાચ મુકી દીધો. તેમણે તે કાચને કિસ કરી અને જબરદસ્ત સીન શૂટ થયો.