કોઈ પણ વ્યક્તિ સાથે પહેલી મુલાકાત ખાસ હોય છે અને જો તે વ્યક્તિ એ છે જેને તમે તમારા જીવનના સફર માટે પાર્ટનર તરીકે પસંદ કરેલ છે તો તે મુલાકાત વધારે સ્પેશિયલ બની જાય છે. જેને તમે મળવા જઈ રહ્યા છો તે તમારી ભવિષ્યની જીવનસંગીની છે પરતું હજી તમારા લગ્ન નથી થયા. એવામાં તમારે ઘણી વાતનું ધ્યાન રાખવું પડે છે. તમે એને મુલાકાત સમયે એની ઘણી વાત અને વ્યવહાર ને લઈને જજ કરો છો, પરતું એ વાતનો ખ્યાલ રાખવો કે એ પણ તમારા વ્યવહાર વિશે વિચારે છે.જાણકારીના અભાવે છોકરા ઘણા પ્રકારની ભૂલ કરે છે, જેના કારણે લગ્ન પહેલા જ એની થનારી પત્ની ની નજરમાં એ ખરાબ થઇ જાય છે. આ મીટીંગ ને લઈને છોકરા અને છોકરી બંનેના મનમાં અજીબ ઘબરાહટ રહે છે. આજે અમે તમને જણાવી દઈએ કે તમારી થનારી પત્ની ને પહેલી વાર મળતા સમયે છોકરાને કઈ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે આ મીટીંગ માટે તમારે સરખી રીતે તૈયાર થઇ ને જવું, તમારા ડ્રેસિંગ સેંસ ને સારું રાખવું. જો તમને કપડા પસંદ કરવામાં પરેશાની થઇ રહી હોય તો ઘરના કોઈ સભ્યો અથવા પછી તમારા મિત્રો પાસેથી સલાહ લેવી. આ પહેલી મુલાકાત માટે ભડકા કલરના કપડા પહેરવાથી બચવું. એ તમારા બંને માટે લગ્ન પહેલા ની એક રીતે ડેટ જ છે. શેવ ની જરૂરત હોય તો શેવિંગ કરાવી લેવું અને એકદમ સ્વસ્થ અને સ્માર્ટ બનીને જવું.
તમને મુક્લાકાત પહેલા એ જાણકારી થઇ ચુકી છે કે જે છોકરીને મળવા જઈ રહ્યા છો તે તમારી પત્ની બનવાની છે.એ ખુશીના મોકા પર તમે એને કંઇક ગીફ્ટ આપી શકો છો. કોઈ એવી વસ્તુ પસંદ કરો જે એમને પસંદ આવે અને તમારો સારો પ્રભાવ પડે. તમારા એક નાના એવા ગીફટથી એને ખુબજ સારું લાગશે. મુલાકાત માટે જે સમય નક્કી કરવામાં આવેલા સમય કરતા થોડા વહેલા પહોચવું, તમે કોશિશ કરો કે એનાથી થોડા જલ્દી જ પહોચી જાવ. પહેલી જ મીટીંગમાં તમારી થનારી પત્ની ને ઇંતજાર કરવો પડે તો એ સારી વાત નથી. આ સમય દરમિયાન તમારા વિશે તે કઈ પણ વિચારી શકે છે. અને તમે એની પહેલા પહોચી જવાથી છોકરીને સારું ફિલ થશે.
તમારે કઈ પણ બોલતા પહેલા આ વાતનો ખ્યાલ રાખવો જરૂરી છે કે એ વાતથી તમારી થનારી લાઈફ પાર્ટનર ખોટું ના માની જાય. એ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે કે આ ખાસ મીટીંગ માં તમારી બોલેલી બધી વાતને તે ધ્યાનથી સાંભળે છે અને એના આધાર પર તમને સમજવાની કોશિશ કરે છે. તમારે એવી વાત કરવાની છે જેનાથી તમારો સબંધ મજબુત થાય, ના કે સબંધ તુટવા પર આવી જાય. તમે એના કરિયર, જોબ, મિત્ર, પરિવાર, વીકેંડ પ્લાન વગેરે વિશે વાત કરી શકો છો. તમે કોઈ એવી વાત ના કરો જેનાથી છોકરી ને લાગે કે તમે પોતાને એનાથી ઊંચા અને મોટા દેખાવાની કોશિશ કરી રહ્યા છો. મીટીંગ ની શરૂઆતના સમયે તમે હાથ મળાવી શકો છો અથવા તો કન્ફર્ટેબલ હોવ તો હગ કરી શકો છો. પરતું ઘણા લોકો એવા પણ હોય છે જે થનારી પત્ની છે એ વિચારીને હાથ પકડીને વાત કરે છે અને રોમાન્ટિક થવાની કોશિશ કરે છે. અમુક લોકો કિસ કરવા સુધી આગળ વધી જાય છે, પરતું પહેલી મીટીંગ માં આ પ્રકારનો વ્યવહાર કરવો ઉચિત નથી.