પશ્ચિમી સભ્યતામાં લગ્નને લોકો ભાર માનતા નથી. વિદેશોમાં એવા અનેક ઉદાહરણ જોવા મળે છે જેમાં પતિ પત્ની વચ્ચે સમસ્યા થાય તો તેઓ અલગ થઈ જાય છે અને ફરીવાર જીવનને તક આપે છે. જો કે આ વિચારને અન્ય સભ્યતામાં માન્યતા આપવામાં આવતી નથી. જો કે તાજેતરમાં થયેલા એક અધ્યયનમાં સામે આવ્યું છે કે જો મહિલાઓ એક કરતા વધારે લગ્ન કરે તો તેમના જીવનમાંથી દુખ ઘટી જાય છે.
રિસર્ચ અનુસાર આમ કરવાથી મહિલાઓને આર્થિક સહાયતા મળે છે અને તેના જીવનની સમસ્યાઓનો ભાગ પડાવી શકે તેવી વ્યક્તિ પણ મળે છે. તેના કારણે તેમની ઉંમર પણ લાંબી થાય છે. મહિલાઓની પ્રજનન ક્ષમતા પુરુષો કરતા વધારે હોય છે. તેવામાં લગ્ન સફળ ન થાય તો તે બીજા લગ્ન કરી અંદરથી ખુશ રહે છે. આ રિસર્ચ માટે જન્મ, મૃત્યુ, લગ્ન અને છૂટાછેડાના આંકડા કાઢી અને અધ્યયન કરવામાં આવ્યું. આ કામ કરવામાં 20 વર્ષનો સમય લાગ્યો. આ શોધ પશ્ચિમી તંજાનિયાના ઘરોમાં કરવામાં આવી.