અભિનેતા અક્ષય કુમારની એક વીડિયો ક્લિપ ખુબ વાઈરલ થઈ રહી છે, જેમાં તે કથિત રૂપથી કહીં રહ્યાં છે કે, કટ્ટરપંથી પાકિસ્તાનમાં નહીં પરંતુ ભારતમાં છે. આ વીડિયો વાઈરલ થયા બાદ #BoycottAkshayKumar હેશટેગ ચલાવવામાં આવી રહ્યું છે.
ટ્વિટર પર ઘણા લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને અક્ષય કુમારને રાષ્ટ્ર વિરોધી માની રહ્યાં છે. ટ્વિટરમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અક્ષય કુમારે કહ્યું કે, “પાકિસ્તાન કટ્ટરપંથી દેશ નથી, પરંતું ભારત છે” પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલે પણ એક એવા સમાચાર હતા, જેમાં દાવો કર્યો છે કે અક્ષય કુમારે કટ્ટરપંથી દેશોમાં પાકિસ્તાનનું નામ લેવાથી ઈનકાર કર્યો છે અને કહ્યું કે કટ્ટરપંથી સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી છે. જાણવા મળ્યું છે કે આ વીડિયોમાં પુલવામા હુમલાથી કોઈ લેવા-દેવા નથી. આ વીડિયો 2015નો છે. તે સમયે અક્ષય કુમાર પોતાની ફિલ્મ “બેબી”નું પ્રમોશન કરી રહ્યાં હતા. પ્રમોશન દરમિયાન તેમને કટ્ટરપંથી વિશે પોતાનું નિવેદન આપ્યું હતું. રિઅલ વીડિયોમાં અક્ષય કુમારે કહ્યું છે, કટ્ટરપંથી કોઈ દેશમાં નથી હોતી. તેનાં કેટલાક તત્વો હોય છે, જે ભારતમાં પણ છે, અમેરિકામાં પણ ઓસ્ટ્રેલિયા, પેરિસ અને પેશાવરમાં પણ છે. કટ્ટરપંથી કેટલાક તત્વો જ ફેલાવે છે અને કોઈ પણ દેશ તેનું સમર્થન નથી કરતો.