Breaking

જાણો લગ્ન કરવાની લાલચથી યુવતીને ભગાડી, હોટલના રૂમમાં ધાક ધમકી આપી કર્યો દુષ્કર્મ…

By

November 21, 2019

પાદરાના પાટોદ ગામે 21 વર્ષની યુવતીને લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી અજમેર (રાજસ્થાન) હોટલમાં રૂમ ભાડે કરી બળાત્કાર ગુજાર્યાે હોવાની ફરિયાદ યુવતીએ પાદરા પોલીસ મથકે નોંધાવતા પાદરા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પાદરા પોલીસે અજમેર જઈને યુવક તથા યુવતીને ઝડપી પાડી યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાટોદ ગામમાં રહેતા શબ્બીરભાઇ જાદવ ગરાસીયાનો છોકરો ઇદ્રેશે એક યુવતી સાથે સંબંધો શરૂ કર્યા હતા. બાદમાં યુવતીને વિશ્વાસમાં લઇને ભગાડી જતાં પરિવારજનોએ શોધખોળ કરવા છતાં નહી મળી આવતા આખરે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે પ્રથમ જાણવા જોગ દાખલ કરી હતી. ત્યાર બાદ પાટોદ ગામની યુવતીએ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ઇદ્રીશે યુવતીને માણેજા લઇ ગયો હતો. ત્યાંથી ઇકો ગાડીમાં બેસાડીને અમદાવાદ હાઇવે રોડ ઉપર લઇ ગયો હતો. રાત્રીના એક કલાક રોકાઇને રાતના એક લકઝરી બસ આવતા અજમેર લઇ ગયો હતો. જ્યાં ઇદ્રીશે હોટલમાં રૂમ ભાડે કરી તા.16 અને 17 નવેમ્બર દરમિયાન રાત્રીના સમયે ધાક ધમકી આપી મરજી વિરૃદ્ધ બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ યુવતીએ પોલીસ મથકે નોંધાવી છે. પાદરા પોલીસે યુવક ઇદ્રેશ ગરાસીયાને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંનેનું મેડીકલ ચેક અપ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.