Entertainment

જો આ અનિલ કપૂરનો દીકરો ન હોત તો બીજી ફિલ્મ કેમ ન મળી હોત, તાપસી કેમ આવું બોલી….

By

November 22, 2019

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ અલગ અલગ ટોપિક પર ફિલ્મ બનાવવા માટે જાણીતી છે. તે ખુલીને બેબાક રીતે પોતાના બયાન આપે છે. હાલમાં તાપસી પન્નુ નેહા ધુપિયાના ચેટ શો નો ફિલ્ટર નેહામાં પહોંચી હતી. ત્યાં તેને અનેક મુદ્દા પર ખુલીને વાત કરી હતી અને ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

 

 

 

શોમાં નેહા ધુપિયા તાપસીને પુછે છે કે, એવા કોઈ કલાકારનું નામ આપો કે જેના માતા પિતા જો ઈન્ડસ્ટ્રીમાં ન હોત તો તે ફિલ્મ જગતની બહાર હોત. એના જવાબમાં સીધું તાપસીએ હર્ષવર્ધન કપૂરનું નામ લીધું. તાપસીએ કહ્યું કે, મને લાગે છે કે હર્ષવર્ધન કપૂર… કારણ કે મે એનું જેટલું કામ જોયું એ પ્રમાણે મને લાગે છે કે પહેલી ફ્લોપ ફિલ્મ આપ્યા બાદ તેને બીજી ફિલ્મ મળવી જ મુશ્કેલ હતી. હર્ષવર્ધને 2016માં ફિલ્મ મિર્જયાથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 2018માં ભાવેશ જોશી સપરહિરોમાં જોવા મળ્યા હતા. પરંતુ આ બન્ને ફિલ્મો સુપર ફ્લોપ સાબિત થઈ. તાપસી પન્નુના ફિલ્મની વાત કરીએ તો તે હાલમાં સાંઢ કી આંખમાં જોવા મળી છે.