સલમાન ખાને હાલમાં જ પોતોનો બર્થડે સેલિબ્રેટ કર્યો. તેણે પોતાના મુંબઈ સ્થિત પનેવલ ફાર્મ હાઉસમાં પાર્ટી આપી હતી. સલમાનનાં પરિવાર ઉપરાંત ઘણા બધા સેલિબ્રિટી અને નજીકનાં લોકો આ જશ્નમાં સામેલ થયા હતા, સલમાનની કથિત ગર્લફ્રેંડ યૂલિયા વંતૂર પણ પાર્ટીમાં સામેલ થઈ હતી. સલમાન ખાને જ યૂલિયાને ઇન્ડિયન મ્યૂઝિક ઇન્ડસ્ટ્રી સાથે અવગત કરાવી હતી. સલમાનનાં બર્થડે પર યૂલિયા આકર્ષણનું કેન્દ્ર રહી. તેણે સલમાનને એક ખાસ ભેટ પણ આપી છે.
જણાવી દઇએ કે બુધવારે સલમાન 53 વર્ષનો થઈ ગયો છે. બર્થડે પર તેને પોતાની દોસ્ત યૂલિયા વંતૂર તરફથી એક ખાસ ભેટ પણ મળી છે. યૂલિયા વંતૂરે જન્મદિવસ નિમિત્તે એક રોમેનિયન સ્ટાઇલની ગૉલ્ડેન ઑરથોડૉક્સ ક્રૂસિફિક્સ પેંડેટ આપ્યું છે. સૂત્રો તરફથી જાણવા મળ્યું કે પાર્ટી દરમિયાન મોટાભાગનો સમય સલમાન અને યૂલિયા એક સાથે જોવા મળ્યા હતા. બંનેની બૉન્ડિંગ ઘણી જ ખાસ હતી. સલમાન ખાને સુષ્મિતા સેન સાથે પોતાની ફિલ્મોનાં હિટ સૉન્ગ્સ પર ડાન્સ કર્યો. આ અવસર પર કેટલાક બાળકો પણ તેમની સાથે ડાન્સ કરી રહ્યા હતા. પાર્ટી મોડી રાત સુધી ચાલુ હતી. પાર્ટી સવારે 6 વાગ્યા સુધી ચાલી હતી. સલમાને પોતાના ભાણીયા આહિલ શર્મા સાથે મળીને કેક કાપી હતી.