Breaking

આજનું રાશિફળ શનિદેવની કૃપાથી શનિવારે મેષથી પ્રમોશન કેવું પ્રાપ્ત થવાની સંભાવના રહેશે…

By

November 23, 2019

મેષઃ- પોઝિટિવઃ- ધન એકઠું કરવાનો પ્રયાસ સફળ થઇ શકે છે. સાહસ અને ઉત્સાહ સાથે કામકાજના ક્ષેત્રોમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. જો તમે નોકરી કરો છો અથવા નોકરી માટે કોઇ તૈયારી કરી રહ્યા છો તો આ સમય સારું પ્રમોશન પ્રાપ્ત થવાની સંભાવના છે. નેગેટિવઃ- તમને સલાહ આપવામાં આવે છે કે બચત પર ધ્યાન આપો અને ખર્ચમાં કટોતી કરો. જેથી તમારે હાલ દબાવનો સામનો ન કરવો પડે. તમારે આ સમયે શેર બજારમાં રોકાણ કરવાથી બચવું જોઇએ. લવઃ- તમે તમારા સાથી સાથે આનંદ લઇ શકશો નહીં. વ્યવસાયઃ- આજે તમારે અનેક મુદ્દાઓને લઇને સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યઃ- આ સમય તમારે આરામ કરવામાં વ્યતીત કરવો.

વૃષભઃ- પોઝિટિવઃ- મિત્રોનો સહયોગ પ્રાપ્ત થવાની સાથે-સાથે સહકર્મિઓનો પણ સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. જમીન-વાહન વગેરેનો યોગ સારો બની રહ્યો છે. માતા-પિતા સાથે સંબંધ તથા સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે. નેગેટિવઃ- જો તમે યોગ્ય પ્રયાસ કરશો અને ધ્યાન કેન્દ્રિત કરશો તો તમારા અભ્યાસના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકો છો. લવઃ- તમારા બધા જ સંધર્ષ સમાપ્ત થઇ જશે. વ્યવસાયઃ- આજે તમારે અડધી રાત સુધી જાગીને કામ કરવું પડે તો કરો. સ્વાસ્થ્યઃ- તમારી ઊર્જાના સ્તરને જાળવી રાખો.

મિથુનઃ- પોઝિટિવઃ- આર્થિક સ્થિતિ સુદ્દઢ રહેશે. તમને આર્થિક લાભ પ્રાપ્તિનો અવસર પ્રાપ્ત થઇ શકે છે તથા કામકાજ સાથે સંબંધિત સારી સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે. આજે તમને કાર્યક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્ત થશે. નેગેટિવઃ- તમે ભવિષ્ય માટે એક કાર્ય યોજના તૈયાર કરી શકો છો અને તમારી આસપાસના લોકો સાથે આ વિશે સલાહ લેશો. તમને યાત્રા કરતી સમયે દીર્ઘકાલિન દ્રષ્ટિકોણ વિશે વિચારવું જોઇએ. લવઃ- તમારા બંને વચ્ચેનો વિવાદ અને મનમુટાવ તમને ડિવોર્સ સુધી લઇ જઇ શકે છે. વ્યવસાયઃ- કરિયરની દ્રષ્ટિએ ચમત્કાર કરશો. સ્વાસ્થ્યઃ- વધારે તણાવ લેશો નહીં.

કર્કઃ- પોઝિટિવઃ- જો તમે કોઇ કાર્ય કરી રહ્યા છો તો તેને આગળ વધારવાનો પ્રયત્ન કરો. આર્થિક મામલે સ્થિતિ સારી રહેશે તથા દરેક પ્રકારના ક્ષેત્રોમાં સારી સફળતા પ્રાપ્ત થશે. આ સમયે રોકાણનો અવસર શોધી શકો છો. નેગેટિવઃ- આર્થિક લેણ-દેણમાં સાવધાની રાખો તથા કામકાજને સારી દિશા આપવાનો પ્રયત્ન કરો. સગા-સંબંધિઓ સાથે સંબંધ રાખવાનો પ્રયત્ન કરો. લવઃ- શરતો વિના સાથીને પ્રેમ કરો. વ્યવસાયઃ- આ સમયે વિદેશ યાત્રા કરવી પડી શકે છે. સ્વાસ્થ્યઃ- આરોગ્યની કોઇ વિશેષ સમસ્યા જોવા મળી રહી નથી.

સિંહઃ- પોઝિટિવઃ- જરૂરિયાત પ્રમાણે કોઇ પાસેથી સહયોગની આશા કરી શકો છો. તમારી મહત્ત્વકાંક્ષાનું સ્તર પ્રભાવશાળી રહેશે. ત્યાં જ ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ બનશે. આ સમયે તમારું ધ્યાન ક્ષેત્ર તમારો પરિવાર રહેશે. નેગેટિવઃ- ઘરેલૂ કાર્યો સાથે-સાથે બહારના કામકાજ ઉપર પૂર્ણ ધ્યાન આપો અને તમારી સ્થિતિ સારી બનાવો. તમારી વ્યાવસાયિક યોજના વિશે સંપૂર્ણ રીતે જાણી લો. લવઃ- પ્રેમ સંબંધને લઇને પરેશાનીઓ ઉત્પન્ન થઇ શકે છે. વ્યવસાયઃ- તમે તમારા કરિયરમાં આગળ વધી શકો છો. સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું.

કન્યાઃ- પોઝિટિવઃ- આ સમય થોડો બુદ્ધિમત્તાપૂર્ણ રોકાણ કરવા માટે સારો છે અને ત્યાં જ ભવિષ્યમાં તમારી માટે સમુદ્ધ પુરસ્કાર પ્રાપ્ત કરશે. તમારા ધ્યાનનું કેન્દ્ર આધ્યાત્મિક વિકાસ રહેશે. નેગેટિવઃ- દાંપત્ય જીવનમાં તણાવ ઉત્પન્ન થવાના કારણે પારિવારિક સમસ્યા વધારે થઇ શકે છે. સંતાન પક્ષને લઇને સ્થિતિ તણાવપૂર્ણ રહી શકે છે. તમારી સ્થિતિ અને પરિસ્થિતિ પ્રમાણે કાર્ય કરવો ફળદાયક રહેશે. લવઃ- બિનજરૂરી કોઇ અન્ય પર્સનની વાતોમાં ધ્યાન આપવું નહીં. વ્યવસાયઃ- તમારે તમારા કરિયરના વિકાસમાં તમારા જીવનસાથીનું સમર્થન મળશે. સ્વાસ્થ્યઃ- તમારા ભોજન ઉપર નિયંત્રણ રાખો.

તુલાઃ- પોઝિટિવઃ- તમારું સારું પારસ્પરિક કૌશલ નવા મિત્રો અને પરિચિતોનું હ્રદય જીતી લેશે અને તમારા વ્યક્તિત્વ વિકાસમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. તમારા ઉત્કૃષ્ટ સંપર્ક ક્ષેત્ર વધારવાના કૌશલના કારણે તમને કરિયરને આગળ વધારવાના અનેક અવસર મળી શકે છે. નેગેટિવઃ- માનસિક અશાંતિ તથા તણાવપૂર્ણ સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. માતા-પિતાની સેવા તમારી માટે વરદાન સાબિત થઇ શકે છે. સંતાન પક્ષને લઇને ચિંતા થઇ શકે છે. લવઃ- કામકાજને લઇને પ્રેમી સાથે સારું તાલમેલ જાળવી રાખવું. વ્યવસાયઃ- કરિયરની દ્રષ્ટિએ વસ્તુઓ એક ગતિથી આગળ વધશે. સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

વૃશ્ચિકઃ- પોઝિટિવઃ- તમારું વિવિધ સામાજિક ચક્ર તમારા કામમાં તમારી મદદ કરશે અને તમારા પ્રયાસ ઉપલબ્ધ સંશાધનોનો સર્વોત્તમ ઉપયોગ કરવો અને રાજસ્વના વિવિધ સ્ત્રોતની શોધ કરવાનું રહેશે. નેગેટિવઃ- તમારું પારિવારિક જીવન આ સમયે પરેશાનીભર્યું રહેશે. તમારા પરિવારના સભ્યો સાથે વિવાદ અને મનમુટાવ થઇ શકે છે. લવઃ- આ સમયે દાંપત્ય જીવનને લઇને સ્થિતિ તણાવપૂર્ણ રહેશે. વ્યવસાયઃ- કારોબાર સારો ચાલશે. સ્વાસ્થ્યઃ- લોહી સાથે સંબંધિત વિકાર ઉત્પન્ન થઇ શકે છે.

ધનઃ- પોઝિટિવઃ- તમે સંભાવિત ગ્રહકો સાથે વિદેશમાં વેપાર ક્ષમતા અને સંપર્ક ક્ષેત્ર વિશે શોધ શરૂ રાખી શકો છો. યાત્રા કરવાની યોજના બનાવી શકો છો અને તે તમારી માટે ફળદાયી સાબિત થઇ શકે છે. નેગેટિવઃ- સમય પ્રમાણે સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક લેણ-દેણ કરવું. તમારે તમારી ઉપર વિશ્વાસ રાખવો. કોઇ અન્ય ઉપર વિશ્વાસ ઓછો કરવો. લવઃ- જીવનસાથી સાથે તણાવ ઉત્પન્ન થઇ શકે છે. વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે. સ્વાસ્થ્યઃ- આરોગ્યમાં આજના દિવસે કોઇ સમસ્યા જોવા મળી રહી નથી.

મકરઃ- પોઝિટિવઃ- શિક્ષાના લક્ષ્યને પૂર્ણ કરવાની દિશામાં આગળ વધશો. તમારા શિક્ષક અને સાથી તમારા લક્ષ્યો પ્રત્યે તમારો દ્રષ્ટિકોણ અને વિચારોના વખાણ કરશે. યાત્રા કરવાનો અવસર તમને મળી શકશે નહીં. નેગેટિવઃ- આ સમયે ઘરમાં એકબીજા પ્રત્યે સહયોગની ભાવના રાખવી. આજે તમને પારિવારિક શાંતિ મળી શકે છે. બિનજરૂરી વિવાદ થવાની સંભાવના છે. લવઃ- પ્રેમ સંબંધમાં વૃદ્ધિ થઇ શકે છે. વ્યવસાયઃ- કારોબારમાં આર્થિક લાભની સ્થિતિ રહેશે. સ્વાસ્થ્યઃ- આરોગ્યમાં વૃદ્ધિ થશે.

કુંભઃ- પોઝિટિવઃ- નોકરી કરતાં લોકો રોકાણનો અવસર શોધી શકે છે તથા સમય પ્રમાણે રોકાણ કરી શકે છે. તમારા દ્વારા કરેલાં કાર્યોથી સારી સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે. વ્યાવસાયિક ગતિવિધિઓને સારી દિશા આપવાનો પ્રયાસ કરો. નેગેટિવઃ- સારો લાભ પ્રાપ્ત કરવાની કોશિશ કરો. સમજ્યા કે વિચાર્યા વિના કે પછી કોઇની સલાહ લીધા વિના રોકાણ કરવું નહીં. આર્થિક મામલે હંમેશાં સાવધાન રહેવું. લવઃ- કાર્યક્ષેત્રમાં જીવનસાથી કે પ્રેમીનો સાથ-સહકાર મળશે. વ્યવસાયઃ- કાર્ય વ્યવસાય સાથે સંબંધિત સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે. સ્વાસ્થ્યઃ- આરોગ્ય ખરાબ થવાના અણસાર જોવા મળી રહ્યા છે.

મીનઃ- પોઝિટિવઃ- ઘરેલૂ કાર્યોથી લાભ પ્રાપ્ત થઇ શકે છે. માતા-પિતા સાથે સંબંધ સારા થઇ શકે છે. દુશ્મન પક્ષ નબળી સ્થિતિમાં રહી શકે છે. આર્થિક સ્થિતિ થોડી સુદ્દઢ થઇ શકે છે. જેના કારણે તમને આર્થિક લાભ પ્રાપ્તિના સારા અવસર પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- બિનજરૂરી વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરો. તમે આ સમયે તમારા વિત્તીય મામલાઓને લઇને સાવધાન રહો. તમારે થોડું નુકસાન ઉઠાવવું પડી શકે છે. લવઃ- દાંપત્ય જીવનમાં સુખ ઉત્પન્ન થઇ શકે છે. વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો ભરપૂર સહયોગ મળશે. સ્વાસ્થ્યઃ- આરોગ્ય સારું રહેશે.