Breaking

જાણો સોમવારે મીન રાશિથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે…

By

November 25, 2019

મેષઃ- પોઝિટિવઃ- તમારી માટે સફળતા પ્રાપ્ત થવાની સંભાવના સારી બની રહી છે. સંતાન પક્ષ પાસેથી સંતુષ્ઠિ પ્રાપ્ત થઇ શકે છે. સમય પ્રમાણે સંતાનનો સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. સંતાન અને ઘરની જરૂરિયાતો ઉપર ખરા ઉતરવાનો પ્રયાસ કરવો. નેગેટિવઃ- કોઇપણ પ્રકારના વિત્તીય રોકાણ માટે સમજી-વિચારીને આગળ વધો. આ ક્ષેત્રના જાણકાર અથવા નિષ્ણાત લોકો પાસેથી સલાહ લઇને જ કોઇ કાર્ય કરશો તો સફળતા પ્રાપ્ત થશે. લવઃ- કોઇપણ સંબંધને લઇને અડિયલ વ્યવહાર કરવો નહીં. વ્યવસાયઃ- આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. સ્વાસ્થ્યઃ- ખાન-પાન ઉપર વિશેષ ધ્યાન આપો.

વૃષભઃ- પોઝિટિવઃ- વ્યવસાય કરતાં લોકોને વ્યવસાયિક દ્રષ્ટિથી સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે. નોકરી કરતાં લોકોને ઉન્નતિના અવસર પ્રાપ્ત થશે. બહારગામની યાત્રાથી સારી સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે. નેગેટિવઃ- તમારું બધું જ ધ્યાન તમારી ચારેય બાજુ સારા વાતાવરણમાં લગાવો. અન્ય લોકો સાથે તમારી સ્વતંત્રતાને પણ મહત્ત્વ આપો. શિક્ષા માટે સમસ્યા અને બાધા ઉત્પન્ન થઇ શકે છે. લવઃ- પ્રેમ કરતાં વ્યક્તિને સંપૂર્ણ સન્માન આપવું અને તમારી બરાબરનો દરજ્જો પણ આપવો. વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી અનુકૂળ વાતાવરણ રહેશે. સ્વાસ્થ્યઃ- નાનો ઘાવ થવાની સંભાવના છે.

મિથુનઃ- પોઝિટિવઃ- ઘરમાં બધા સાથે તાલમેલ સારું હોવાથી તમારા દરેક પ્રકારના કાર્યોમાં એકબીજાનો સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે. તમારી જવાબદારીઓનું પાલન કરી તમારા કામકાજને સારી દિશા આપો. નેગેટિવઃ- સમય ખૂબ જ સંભાળીને ચાલવાનો છે. આ દરમિયાન તમને આર્થિક રૂપથી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે અને આ દરમિયાન જ્યાં આવક ઓછી રહેશે ત્યાં બીજી બાજુ ખર્ચાઓમાં વૃદ્ધિ થઇ શકે છે. લવઃ- આ સમયે તમે પ્રેમ જીવનનો આનંદ લઇ શકશો. વ્યવસાયઃ- કામકાજ સાથે સંબંધિત સમયનો સદુપયોગ કરો. સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રહેશો.

કર્કઃ- પોઝિટિવઃ- અભ્યાસ સાથે સંબંધિત સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે. જમીન-વાહન વગેરેનો યોગ બની રહ્યો છે. પ્રયત્ન કરવાથી સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે. રાજનૈતિક લાભ પ્રાપ્તિની દ્રષ્ટિએ સ્થિતિ અનુકૂળ છે. નેગેટિવઃ- ઘરમાં કોઇ શુભ કાર્ય થઇ શકે છે પરંતુ તેના માટે બુદ્ધિમાનીથી તમારા વિત્તનો પ્રયોગ કરો, ઘરમાં સુધાર, જીવનશૈલીની સ્થિતિમાં વૃદ્ધિ વગેરે ઉપર ખર્ચ થઇ શકે છે. લવઃ- દાંપત્ય જીવન માટે સમય સારો નથી. વ્યવસાયઃ- આજનો દિવસ મિશ્રિત રહેશે. સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ખરાબ થવાની સંભાવના છે.

સિંહઃ- પોઝિટિવઃ- જો તમે રાજનીતિ સાથે જોડાવા માંગતાં હોવ તો તેના માટે પ્રયાસ કરી શકો છો. પદ-પોઝિશન પ્રાપ્તિ માટે સ્થિતિ અનુકૂળ રહેશે તથા સમય પ્રમાણે મિત્રોનો સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- સમય થોડો પ્રતિકૂળ રહી શકે છે. આ દરમિયાન તમારા પરિવારને વધારે સમય આપો અને તેની જરૂરિયાતોને સમજો તથા પરિવારમાં સામંજસ્ય સ્થાપિત કરવાનો પ્રયાસ કરો. લવઃ- સમય-સમયે પ્રેમીને સારી ભેટ આપતાં રહો. વ્યવસાયઃ- તમારી માટે આજનો દિવસ શુભ છે. સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને ચિંતાજનક સ્થિતિ નથી.

કન્યાઃ- પોઝિટિવઃ- સામાજિક માન-સન્માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાની સંભાવના સારી છે. કોશિશ કરીને સારી સફળતા પ્રાપ્ત કરવામાં સફળ થઇ શકશો. તમે એક સમજદાર વ્યક્તિ છો અને દરેક કાર્યને સમય પ્રમાણે કરવાનો પ્રયત્ન કરો. નેગેટિવઃ- સમય તમારા બાળકો માટે વધારે અનુકૂળ નથી. આ કારણે તમને તમારા સંતાન વિશે ચિંતા રહેશે અને તમારા સંતાનનું સ્વાસ્થ્ય પ્રભાવિત થઇ શકે છે. લવઃ- તમારે ખૂબ જ ધૈર્યથી કામ લેવું પડશે. વ્યવસાયઃ- આજનો દિવસ સારો રહેશે. સ્વાસ્થ્યઃ- કોઇ પ્રકારની વાયરલ સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.

તુલાઃ- પોઝિટિવઃ- આર્થિક સ્થિતિ સુદઢ રહેશે અને લાભ માટે કરેલાં પ્રયાસમાં સફળ થવાની સંભાવના બની રહી છે. જો તમે કોઇપણ પ્રકારના કાર્ય વ્યવસાયથી આર્થિક સ્થિતિને સારી દિશા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો તે સફળ થઇ શકે છે. નેગેટિવઃ- રાહુ બારમાં ભાવમાં ઉપસ્થિત હોવાથી માનસિક રૂપથી ચિંતા રહેશે અને ઘરથી દૂર પણ રાખી શકે છે. આ કારણે તમે તમારા પારિવારિક જીવનનું વધારે સુખ ભોગવી શકશો નહીં. લવઃ- આકર્ષણ, પ્રેમ, રોમાન્સ અને સમર્પણનો ભાવ વિકસિત થશે. વ્યવસાયઃ- કામનો બોડ વધારે રહી શકે છે. સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને થોડીં ચિંતા થશે.

વૃશ્ચિકઃ- પોઝિટિવઃ- આર્થિક સ્થિતિ સુદઢ રહેશે અને ધન પ્રાપ્તિના સારા અવસર પ્રાપ્ત થઇ શકે છે. કામકાજને લઇને સારું પ્રદર્શન કરવાની કોશિશ કરો, તમારી આર્થિક સ્થિતિમાં વધારો થઇ શકે છે. ધન-ધાન્ય પ્રાપ્તિના ઉદેશ્યોની પૂર્તિ થઇ શકે છે. નેગેટિવઃ- પારિવારિક વિવાદોથી બચવાનો પ્રયાસ કરો અને બધા સાથે સારું સામંજસ્ય જાળવી રાખવાનો પ્રયાસ કરો. ઘરમાં સુખ-શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે અને ઘરેલૂ વિકાસ સંભવ થઇ શકશે. લવઃ- પ્રેમીઓ વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે. વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓમાં નાની-નાની પરેશાનીઓ આવી શકે છે. સ્વાસ્થ્યઃ- સંક્રમણની સમસ્યા વધી શકે છે.

ધનઃ- પોઝિટિવઃ- વ્યવસાય કે નોકરી કરતાં લોકો રોકાણ માટે અવસર શોધી શકે છે. આર્થિક રોકાણ માટે આ સમય સારો સાબિત થઇ શકે છે. તમને આ સમયગાળામાં આર્થિક લાભ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- ઘરેલૂ સમસ્યાઓને દૂર કરવામાં જ તમારો ઘરેલૂ વિકાસ સંભવ છે નહીંતર પરેશાનીઓ વધી શકે છે. તમારે તમારી ઉપર વિશ્વાસ રાખવો જોઇએ. લવઃ- પ્રેમ જીવનમાં સંભાળીને રહેવું. વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓ સફળ રહેશે. સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

મકરઃ- પોઝિટિવઃ- ચલ-અચલ સંપત્તિની દ્રષ્ટિએ પણ રોકાણ કરવો તમારી માટે સારો રહેશે. સમય અને પરિસ્થિતિને જોતાં રોકાણનો અવસર શોધશો તથા રોકાણ કરશો. જેનાથી તમને સારી સફળતા પ્રાપ્ત થશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. નેગેટિવઃ- પારિવારિક સ્થિતિઓ તણાવપૂર્ણ રહી શકે છે. જેના કારણે ઘરનું વાતાવરણ સારું રહેશે. ઘરમાં એકબીજા સાથે સામંજસ્ય જાળવી રાખવાનો પ્રયત્ન કરો તથા એકબીજા ઉપર વિશ્વાસ રાખીને કાર્ય કરો. લવઃ- આજે તમને તમારો સાચો પ્રેમ મળશે. વ્યવસાયઃ- કારોબાર સારો ચાલશે. સ્વાસ્થ્યઃ- કોઇપણ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થાય તો સમયે ઇલાજ કરવો.

કુંભઃ- પોઝિટિવઃ- આનંદ-પ્રમોદ અને મનોરંજનથી ભરપૂર દિવસ રહેશે. ઘરની સજાવટ આજે નવી રીતે કરશો. ઘરને સજાવાની વ્યવસ્થામાં પણ પરિવર્તન કરશો. વાહનસુખ પણ મળશે. સામાજિક પ્રસંગમાં ક્યાંક બહાર જવાનો પ્રસંગ ઉપસ્થિત થશે. નેગેટિવઃ- કોઇ અન્ય ઉપર વિશ્વાસ કરવાની જગ્યાએ પોતાની ઉપર વિશ્વાસ રાખીને આર્થિક સ્થિતિને સુદઢ બનાવવાની કોશિશ કરો. આ સમયે તમને સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે. લવઃ- આ રિલેશનશિપમાં પરેશાની આવી શકે છે. વ્યવસાયઃ- આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને કોઇ ગંભીર ચિંતાજનક વિષય નથી.

મીનઃ- પોઝિટિવઃ- માતા-પિતાનો આશીર્વાદ પ્રાપ્ત થઇ શકે છે. ઘરમાં ભાઈઓનો સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના બની શકે છે. સંતાન પક્ષને લઇને ચિંતાઓ દૂર થવાની સંભાવના છે. ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઇ શકશે. નેગેટિવઃ- બિનજરૂરી કોઇ પ્રકારની લેવડ-દેવડ કરશો નહીં. વ્યવસાય કરતાં લોકો તેમના કાર્યોમાં સારું પ્રદર્શન કરવાની કોશિશ કરો. લવઃ- તમારા પ્રેમ જીવનમાં સુખ બની રહેશે. વ્યવસાયઃ- કારોબાર સારો ચાલશે અને ધનલાભની સ્થિતિ રહેશે. સ્વાસ્થ્યઃ- નાની-નાની સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે.