બોલિવૂડ અભિનેત્રી કૃતિ ખરબંદાએ ફિલ્મ ‘શાદી મેં જરૂર આના’થી પોતાની એક અલગ ઓળખ બનાવી છે. કૃતિ છેલ્લે ‘હાઉસફુલ 4’માં નજરે આવી હતી. જેમાં તેની સાથે અક્ષય કુમાર, કૃતિ સનન, રિતેશ દેશમુખ અને બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં હતા. આપને જણાવી દઈએ કે કૃતિએ કન્નડ, તમિલ અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં પણ કામ કરેલું છે.
કૃતિએ બોલિવૂડમાં ‘રાઝ: રીબૂટ’ ફિલ્મથી ડેબ્યૂ કર્યુ હતું. જેમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં હતો. કૃતિ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે ઇન્સ્ટાગ્રામના ઓફિશિયલ એકાઉન્ટ પર સતત તેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી હોય છે. જે તેના ફેન્સને ઘણા પસંદ આવે છે. વર્કફ્રંટની વાત કરીએ તો કૃતિ ઇમરાન હાશમી અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ચહેરે’માં નજરે આવવાની હતી પરંતુ હવે સૂત્રોથી એવા સમાચાર મળ્યા છે કે ડેટનું ઇશ્યૂ રહેતા તેને આ ફિલ્મ છોડી દીધી છે.