Breaking

તો શું એક્ટિંગ બાદ હવે એશ્વર્યા રાય બચ્ચન ડાયરેક્શનમાં પગ મૂકશે?

By

November 25, 2019

એશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડની સૌથી પસંદીદા અને લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક છે. એશ્વર્યા છેલ્લે ફિલ્મ ફન્ને ખાનમાં નજરે આવી હતી. આ ફિલ્મમાં તેને એક સિંગરની ભૂમિકા નિભાવી હતી. જ્યારે હવે એશ્વર્યા એક્ટિંગની સાથે ડાયરેક્શન કરશે એવા સમાચાર મળ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ એક ઈન્ટરવ્યૂમાં જ્યારે તેને ડાયરેક્શન વિશે પૂછવામાં આવ્યું તો એશ્વર્યાએ કહ્યું કે,‘હું એક દિવસ કોઈ ફિલ્મનું ડાયરેક્શન કરવા માંગું છું. પરંતુ આ કામ કરવા માટે મે ક્યારે સમય અને એનર્જી લગાવી નથી. હવે મારી આ વિશે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. મારા નજીકના લોકોએ પણ મને ડાયરેક્શન કરવા માટે ઘણી વખત કહ્યું છે.’

ઉપરાંત એશ્વર્યાએ કહ્યું કે,‘પ્રોડક્શન માટે મને ઘણી બધી વાતો મળી છે. મને કેટલાક લોકોએ આ વિશે તેમની પ્રતિક્રિયા આપી છે. તેથી હું ઉત્સાહિત છું. પરંતુ મે ક્યારે આ વિશે ગંભીરતાથી વિચાર્યું નથી. હું ઘણા વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છું અને મે હંમેશા ખુબજ પ્રતિબદ્ધ અભિનેત્રી તરીકે કામ કર્યું છે. હું શરૂઆતમાં એક ટીમ પ્લેયર રહી છું અને મે હંમેશા આ સુનિશ્ચિત કર્યું છે કે મારા સહયોગી, નિર્દેશક, નિર્માતા અને બાકી બધા સાથે મળીને કામ કરે.’

વર્કફ્રંટની વાત કરીએ તો ફિલ્મમેકર સંજયલીલા ભંસાલી પ્રખ્યાત કવિ અને લેખક સાહિર લુધિયાનવીની બોયોપિક બનાવવામા જઈ રહ્યા છે. ફિલ્મના લીડ રોલ માટે અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનના નામની ચર્ચા છે. રિપોર્ટ મુજબ સંજય આ ફિલ્મ માટે કપલને એપ્રોચ પણ કર્યો છે.