આગામી વર્ષે અક્ષયકુમાર અને રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશી રિલીઝ થવાની છે જે ખૂબ જ ચર્ચામાં આવી ગઈ છે. ફિલ્મ આવતા વર્ષે ઈદના તહેવારમાં રિલીઝ થવાની છે. સૂર્યવંશીમાં અક્ષયકુમાર એક એટીએસ પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળવાનો છે.
ફિલ્મમાં અક્ષયકુમાર સાથે જેક્લિન ફર્નાન્ડીસ સિલ્વર સ્ક્રીન શેર કરવાની છે. અક્ષયકુમાર અને જેક્લિનની એકબીજા સાથે આ ત્રીજી ફિલ્મ છે. આ અગાઉ બંનેએ એકબીજા સાથે હાઉસફુલ અને બ્રધર્સમાં કામ કર્યુ છે. હાલ અક્ષયકુમાર પોતાની આગામી ફિલ્મ કેસરીના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ ૨૧ માર્ચે રિલીઝ થવાની છે.