Breaking

આ અભિનેત્રીએ બોલિવૂડ ધુણાવ્યું, બાળક આવ્યા બાદ કામ માટે તરસું છું પણ કોઈ ભાવ નથી પૂછતું…

By

November 26, 2019

નેહા ધૂપિયા આજકાલ તેના પોડકાસ્ટ શો ‘નો ફિલ્ટર નેહા’ ની સીઝન 4માં હોસ્ટ તરીકે જોવા મળી રહી છે. થોડા સમય પહેલા તે રિયાલિટી શો ‘રોડીઝ’માં ટીમ લીડર તરીકે પણ દેખાઈ હતી. પરંતુ તાજેતરમાં નેહા ધૂપિયાએ ખુલાસો કર્યો છે કે પુત્રીને જન્મ આપ્યા બાદથી તેમને કોઈ ફિલ્મ ઓફર મળી નથી. તેમજ તે પુત્રીના જન્મ બાદ બોડી શેમિંગનો શિકાર પણ થઈ છે.

 

 

નેહા ધૂપિયાએ હાલમાં જ તેના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘સૌ પ્રથમ હું એવું માનું છું કે તમે રાહ જોઈ રહો અને કામ તમારી પાસે આવતું નથી. આજે આપણી બધાની પાસે પોતાનાં પ્લેટફોર્મ છે અને આપણા બધાં પાસે એક તરીકો પણ છે. બીજું કે જ્યારે તમે માતા બનો તો તમારા વિશે એક ધારણા બાંધી લેવામા આવે છે. મારી ગર્ભાવસ્થા પહેલા મેં ‘તુમ્હારી સુલુ’ ફિલ્મ કરી હતી, જેના માટે મને એવોર્ડ પણ મળ્યા હતા. પરંતુ તે પછી બાળક થયા બાદ મને હજી સુધી કોઈ ફિલ્મની ઓફર જ નથી મળી.

 

 

નેહાએ વધુમાં કહ્યું કે, ‘હવે મારી વાત એક વેબ શો સાથે ચાલી રહી છે. જોઈએ હવે તેનું શું થશે.’ ઉલ્લેખનીય છે કે, નેહાએ ગયા વર્ષે નવેમ્બરમાં તેની પુત્રી મેહરને જન્મ આપ્યો હતો. હાલમાં નેહા અને તેના પતિ અંગદ બેદીએ તેમની પુત્રીનો પહેલો જન્મદિવસ અમૃતસરના સુવર્ણ મંદિરમાં ઉજવ્યો હતો.