Breaking

અર્પિતા ખાનની એનિવર્સરીની ગ્રાન્ડ પાર્ટી, બધી જ હસીનાઓ એટલી હોટ થઈને આવી કે…

By

November 26, 2019

પાંચ વર્ષ પહેલા આજના જ દિવસે સલમાનની બહેન અર્પિતા ખાન અને આયુષ શર્માના લગ્ન થયા હતા. આ વિશેષ પ્રસંગે સોમવારે રાત્રે ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં અરબાઝની ગર્લફ્રેન્ડ ખાસ તૈયાર થયેલી જોવા મળી હતી. સાથે જ ડેઝી શાહ અને શિલ્પા શેટ્ટી, કેટરિના કૈફ, સોનાક્ષી સિંહા, દિવ્યા ખોસલાની પણ એકદમ હોટ અવતારમાં કંઈક અનોખી જ હતી. આ રોયલ પાર્ટીની ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે.

અર્પિતા અને આયુષની મુલાકાત 2013માં એક કોમન ફ્રેન્ડ થકી થઈ હતી. જે પછી મુલાકાત વધતી ગઈ અને બંને પ્રેમમાં પડ્યા હતા. આયુષે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,‘અમે લોકો કોમન ફ્રેન્ડને લીધે મળ્યા જ્યારે અમે બન્ને સિંગલ હતા. અમે અર્પિતાના ઘરે ખાવા જતા હતા. તેમના ઘરનું ભોજન ઘણું જ સ્વાદિષ્ટ રહેતું હતું કે અમે રોજ જતા હતા. અમે અર્પિતાને ફોન કરી પૂછતા કે શું કરી રહી છે. તે એમ કહેતી કે ઘરે છું એટલે અમે તેના ઘરે પહોંચી જતા.