મેષઃ- પોઝિટિવઃ- સમય કરિયર માટે મહેનત કરવા તરફ ઇશારો કરી રહ્યો છે. તેના પરિણામ સ્વરૂપ કાર્યક્ષેત્રમાં તમે ખૂબ જ મહેનત કરશો. તમે તમારા જ્ઞાનનો પ્રયોગ કાર્યક્ષેત્રમાં સમજી-વિચારીને કરશો, જેનાથી કાર્યક્ષેત્રમાં તમને માન-સન્માનની પ્રાપ્તિ થશે અને તમને કરિયરમાં ઉન્નતિની શરૂઆત થશે. નેગેટિવઃ- પરિવારના વડીલો સાથે તમારા સંબંધ ખરાબ થઇ શકે છે અથવા તમારા વિચારમાં અંતર આવી શકે છે. જો તમારા પરિવારના સભ્ય મળીને તમારો સાથ આપશે અને તમે પણ તેમને સમાન આદર અને સત્કાર આપશો તો ઘણી હદે તમે પરેશાનીમાંથી બહાર આવી જશો. લવઃ- દાંપત્ય જીવન તણાવપૂર્ણ સ્થિતિમાં રહી શકે છે. વ્યવસાયઃ- આજનો દિવસ વિદ્યાર્થીઓ યુવા બેરોજગારો અને વ્યવસાયિઓ માટે ઘણાં અવસર આવી શકે છે. સ્વાસ્થ્યઃ- તમે અનેક પ્રકારની સ્વાસ્થ્યની પરેશાનીને દૂર કરવામાં સફળ રહેશો.
વૃષભઃ- પોઝિટિવઃ- થોડાં લોકોનો વારસાગત સંપત્તિ પ્રાપ્ત થવાની સંભાવના છે. તમને કોઇ મોટાં પદ પર નિયુક્તિ મળી શકે છે. આ સમયે તમારું સ્થાળાંતર અથવા સારી નોકરીમાં બદલાવ આવીના સંકેત છે. નેગેટિવઃ- જો તમે તમારો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા છો અને નોકરી કરવા માંગો છો તો તમારે ઘણી મહેનત કરવી પડશે અને ચુનોતીઓનો સામનો કરવો પડશે. લવઃ- ભાગદોડના કારણે કામકાજમાં વ્યસ્ત રહેવાને લીધે દાંપત્ય જીવનમાં તણાવ આવી શકે છે. વ્યવસાયઃ- કારોબાર તથા સરકારી કાર્યોમાં સફળતા મળી શકે છે. સ્વાસ્થ્યઃ- વિવિધ પરેશાનીઓથી બચવા માટે તમારે વ્રત અને ઉપવાસ તથા અન્ય સ્વાસ્થ્ય માટે ફાયદાકારક વિધિઓનો પ્રયોગ કરવો.
મિથુનઃ- પોઝિટિવઃ- સમય આર્થિક સ્થિતિને શ્રેષ્ઠ બનાવનાર સિદ્ધ થશે. આ દરમિયાન જો તમારી ઉપર કોઇનું દેવું બાકી છે તો તે ચૂકવી શકશો. આ સમયે તમારી પાસે ધનરાશિનો પ્રવાહ નિરંતર બની રહેશે. નેગેટિવઃ- સમય તમને સાથ આપશે પરંતુ તમારી આળસ તમને પરેશાન કરી શકે છે. આળસનો ત્યાગ સૌથી પહેલાં કરી દેવો ત્યારે જ સફળતા હાથ લાગશે. તમારું મન અભ્યાસમાં લાગશે. લવઃ- પ્રેમ સંબંધને લઇને સ્થિતિ સારી સાબિત થઇ શકે છે. વ્યવસાયઃ- વેપારના ક્ષેત્રમાં કોઇ સાચો ભાગીદાર મળી શકે છે. સ્વાસ્થ્યઃ- શરદી-ઉધરસ વગેરે થઇ શકે છે.
કર્કઃ- પોઝિટિવઃ- તમારા પરિવારમાં કોઇ શુભ કાર્ય સંપન્ન થવાથી ખર્ચ વધી શકે છે. જેના અંતર્ગત પ્રોપર્ટી, ઘર, જમીન અથવા વાહન ખરીદી શકો છો. સમય વિદ્યાર્થીઓ માટે અનુકૂળ રહેશે. નેગેટિવઃ- ઘરમાં કોઇપણ પ્રકારનો વિવાદ થવા દેશો નહીં. ધન સંબંધી તથા કાનૂન સંબંધી થોડી સમસ્યાઓ તમારા પરિવાર સમક્ષ પ્રસ્તુત થઇ શકે છે. ધૈર્યનો પરિચય આપીને નિર્ણય લેશો તો સફળતા મળશે. લવઃ- કાર્યક્ષેત્રમાં પતિ-પત્નીને એકબીજાનો સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. વ્યવસાયઃ- આકસ્મિક ધનલાભ થઇ શકે છે. સ્વાસ્થ્યઃ- શનિના લીધે કબજિયાત, ગુપ્તાંગના રોગ, અનિદ્રા જેવી સમસ્યાઓ થશે.
સિંહઃ- પોઝિટિવઃ- સમય પારિવારિક જીવન માટે ખૂબ જ અનુકૂળ રહેશે અને આ દરમિયાન પારિવારિક સભ્યોમાં પારસ્પરિક સામંજસ્યની વૃદ્ધિ થશે અને પરિવારનું વાતાવરણ અનુકૂળ રહેશે. તમારા પરિવારને સમાજમાં સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે અને પરિવારનું વાતાવરણ સૌહાર્દપૂર્ણ બની રહેશે. નેગેટિવઃ- પારિવારિક સૌહાર્દ માટે તમારે પ્રયાસ કરવા પડશે. કાર્યક્ષેત્ર અને પારિવારિક જીવન બંને જ ક્ષેત્રમાં તમારી જરૂરિયાત રહેશે. તમારા પરિવારમાં શાંતિ અને સદભાવ લાવવાનો પ્રયાસ કરો. લવઃ- હરવા-ફરવાથી એકબીજા સાથે મધુર સંબંધ થઇ શકે છે. વ્યવસાયઃ- આજનો દિવસ તમારે શાંતિથી પસાર કરવાની જરૂર છે. સ્વાસ્થ્યઃ- તમારા લગ્નભાવથી ગુરૂનો સંબંધ સ્વાસ્થ્ય માટે અનેક રીતે સારો રહેશે.
કન્યાઃ- પોઝિટિવઃ- તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઇ શકે છે. સંબંધિઓ સાથે સંબંધ સારા થવાની સાથે-સાથે ધન અચલ સંપત્તિ પ્રાપ્તિના યોગ પણ સારા બનશે. ધન સંચયનો મામલો અનુકૂળ રહેશે. દાંપત્ય જીવન પણ સારી સ્થિતિમાં રહેશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થવાની સાથે-સાથે કામકાજના ક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્તિની આશા કરી શકાય છે. નેગેટિવઃ- સ્થાન પરિવર્તન થવાની સંભાવના રહેશે અને તમે ઘરથી ક્યાંક દૂર જઇને રહેશો. માતાના સ્વાસ્થ્યને લઇને સાવધાની રાખવી. મનમાં નેગેટિવ વિચાર આવવાથી મન નિરાશ થઇ શકે છે. લવઃ- એકબીજા પ્રત્યે સારી ભાવના રાખીને એકબીજાનો સહયોગ કરવાની કોશિશ કરો. વ્યવસાયઃ- નવા કાર્યની શરૂઆત કરવી નહીં. સ્વાસ્થ્યઃ- તાવ આવે તેવી સંભાવના છે.
તુલાઃ- પોઝિટિવઃ- તમારે પોતાને પણ સમય આપવો જોઇએ. કેમ કે, તેનાથી આંતરિક રૂપથી મજબૂતી મળશે અને તમારી ઇચ્છા શક્તિમાં વૃદ્ધિ થશે. વિદેશ યાત્રા ઇચ્છુક લોકોને સુખ-સમાચાર મળી શકે છે. નેગેટિવઃ- વાણી ઉપર સંયમ રાખવાથી પરિજનો સાથે વાદ-વિવાદ થશે નહીં. ભાગ્યવૃદ્ધિનો યોગ હોવાથી પણ કોઇપણ કાર્યમાં અવિચારી પગલું લેવાથી હાનિ થઇ શકે છે. સ્વભાવમાં ગુસ્સો અને આવેશ રહી શકે છે. લવઃ- એકબીજા પ્રત્યે સામંજસ્ય સારું હોવાથી એકબીજા પ્રત્યે સહયોગની ભાવના તથા પ્રેમમાં વૃદ્ધિ થઇ શકે છે. વ્યવસાયઃ- સામાજિક ક્ષેત્રમાં નોકરી વ્યવસાયમાં લાભ મળી શકે છે. સ્વાસ્થ્યઃ- વાયરલ ફીવર અથવા સંક્રમણ થઇ શકે છે.
વૃશ્ચિકઃ- પોઝિટિવઃ- તમારી માટે આ સમય ખૂબ જ ઉન્નતિદાયક અને મહત્ત્વપૂર્ણ જોવા મળી રહ્યો છે. ઘણાં સમયથી ચાલી રહેલી થોડી સમસ્યાઓ ઓછી રહેશે અને કંઇક નવું શીખવા હેતુ તમને થોડી નવી ચુનોતીઓનો સામનો કરવો પડશે. નેગેટિવઃ- નોકરીમાં ઉચ્ચ પદાધિકારીઓ સાથે વાદ-વિવાદ હોવાથી તેમની નિરાશાનો શિકાર બનવું પડી શકે છે. નેગેટિવ વિચારોને મન ઉપર હાનિ થવા દેશો નહીં. લવઃ- પ્રેમ સંબંધને લઇને સ્થિતિ અનુકૂળ રહેશે. વ્યવસાયઃ- નોકરિયાત લોકોને વધારે સારું કામ મળી શકે છે. સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધિત સાવધાની રાખવી પડશે.
ધનઃ- પોઝિટિવઃ- પારિવારિક મૂલ્યોને મહત્ત્વ આપો અને પરિવાર સાથે સમય વિતાવશો તો તમારા પ્રત્યે પરિવારના લોકોમાં પ્રેમનો ભાવ વિકસિત થશે જે તમારા પારિવારિક જીવનના વિકાસ માટે જરૂરી છે. નેગેટિવઃ- તમારે ચિંતાથી દૂર રહેવું પડશે જે તમને અનેક હદે વિચલિત કરી શકે છે. પારિવારિક જીવનમાં હસ્તક્ષેપ કરવો નહીં. તમારું પારિવારિક જીવન યોગ્ય રીતે ચાલશે. લવઃ- કોઇ અન્ય વ્યક્તિના કારણે થોડી સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. વ્યવસાયઃ- ધન-સંપત્તિ અને માન-સન્માનની પ્રાપ્તિ થઇ શકે છે. સ્વાસ્થ્યઃ- ઉંમરલાયક લોકોએ ખાન-પાનનું વિશેષ ધ્યાન રાખવું.
મકરઃ- પોઝિટિવઃ- વિદ્યાર્થીઓ માટે આ સમય ઉપલબ્ધિઓને દર્શાવી રહ્યો છે. આ સમય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ શુભ રહેશે અને જે તરત શિક્ષા પૂર્ણ કરી પાસ થયા છે. તેમને નોકરી મળવાની સારી સંભાવના જોવા મળી રહી છે. નેગેટિવઃ- આજે તમારે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. ચંદ્રની સ્થિતિ તમારા માટે યોગ્ય રહેશે નહીં. દોડભાગ કરવી પડી શકે છે. રાજનીતિ અને ધન સાથે જોડાયેલાં મામલાઓ ઉપર કોઇ વિવાદ કરશો નહીં. લવઃ- દાંપત્ય જીવનને લઇને સ્થિતિ તણાવપૂર્ણ રહી શકે છે. વ્યવસાયઃ- બિઝનેસ અને કાર્યક્ષેત્રમાં સારો ફાયદો મળી શકે છે. સ્વાસ્થ્યઃ- યુવા વર્ગે નિયમિત હળવી કસરત કરવી જોઇએ.
કુંભઃ- પોઝિટિવઃ- તમને તમારી આવક વધારવાના અવસર મળશે અને તમે સારું ધન એકઠું કરી શકશો. રોકાણ કરવા વિશે વિચાર કરશો અને તેમાં સારો લાભ પણ કમાશો. વિદ્યાર્થી તેમના અભ્યાસ પ્રત્યે વિશિષ્ઠ રસ વિકસિત કરશે. નેગેટિવઃ- તમારે આગળ વધીને તમારા પરિવાર પ્રત્યે નૈતિક જવાબદારીઓનો સ્વીકાર કરવો પડશે તથા તમારા પારિવારિક જીવનને એક ઉચ્ચતમ સ્તર સુધી લઇ જવાનો પ્રયાસ કરવો પડશે. લવઃ- પ્રેમ જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓમાં ગુંચવાઇ શકો છો. વ્યવસાયઃ- આજના દિવસે તમે તમારા કાર્યસ્થળ પર ખૂબ જ મહેનત કરશો. સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું.
મીનઃ- પોઝિટિવઃ- ઘણાં સમયથી તમે તમારું ઘર બનાવવાની ઇચ્છા રાખો છો તો તમારી આ ઇચ્છા સમયે પૂર્ણ થઇ શકે છે. લાંબા સમયથી તમારું ધન ક્યાંક અટવાયેલું છે અને તેને પ્રાપ્ત કરવામાં તમને સમસ્યાઓ આવી રહી હતી તો તમારી માટે તે ખુશખબર છે. નેગેટિવઃ- આજે અચાનક તમારું ધન ખર્ચ થઇ શકે છે. આજે તમને તમારી આસપાસના લોકો ઉપર ગુસ્સો આવી શકે છે. આજે તમારે તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખવો પડશે. લવઃ- પ્રેમ સંબંધને લઇને સ્થિતિ અનુકૂળ રહેશે. વ્યવસાયઃ- નવું કામ શરૂ થવાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યઃ- ગ્રહ યોગ રાશિના જાતક અને જાતિકાઓના સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરશે.