Entertainment

જાણે લગ્ન બાદ કયા આલીશાન બંગલામાં રહેશે ઈશા અંબાણી, શું છે કિંમત

By

November 30, 2019

લગ્ન બાદ નીતા અને મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી વર્લી સી ફેસમાં તેના પતિ આનંદ પીરામલ સાથે રહેશે. આમતો માયકા એટલે કે અલ્ટામાઉન્ટ રોડ સ્થિત અંબાણી મૈંશન દેશમાં ખુબ ચર્ચિત છે, પરંતુ તેમની આ હવેલી પણ તેના જેવી જ સાનદાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આનંદના પિતા અજય પીરામલે તે હવેલીને 452 કરોડમાં ખરીદી હતી. ઈશા 12 ડિસેમ્બરે આનંદ સાથે વિવાહિક સબંધમાં બંધાશે. તે બાદ તે દંપતિ વર્લી સી ફેસ સ્થિત 5 માળનાં બંગલામાં શિફ્ટ થઈ જશે જેને પીરામલે 6 વર્ષ પહેલા હિંદુસ્તાન યૂનિલીવર લિમિટેડની પાસેથી ખરીદ્યો હતો.

 

આ આલીશાન બંગલો 50 હજાર સ્ક્વેર ફીટમાં ફેલાયેલો છે. આ બંગલો તેના માતા-પિતા તરફથી તેના પુત્રને ભેટ રૂપે આપ્યો હતો. જણાવી દઈએ કે અજય પીરામલ દુનિયાભરમાં 10 અરબ ડોલરનો કારોબાર સંભાળે છે જે ફર્માસ્યૂટિકલ, ફાઈનાંશિયલ સર્વિસિસ, રિયલ એસ્ટેટ, આઈટી અને ગ્લાસ પેકેજિંગમાં ડિલ કરે છે.