Breaking

જાણો અલંગ શિપબ્રેકીંગ ઉદ્યોગમાં મંદી આવી, આઠ માસમાં 128 જહાજ….

By

December 05, 2019

વિશ્વવિખ્યાત અલંગ જહાજવાડાને ચાલુ નાણાંકીય વર્ષ મંદીની માર વચ્ચે પસાર કરવું પડી રહ્યું છે. વર્ષ ૨૦૧૯-૨૦નું પોણો વર્ષ વિતી ગયું છે. ત્યારે અત્યાર સુધીમાં અલંગની આખરી સફરે માત્ર ૧૨૮ જહાજ આવ્યા છે. જે ગત વર્ષે નવેમ્બર માસ સુધીમાં આવેલા શિપની સંખ્યાની તુલનામાં ૨૦ શિપની ઘટ છે. વૈશ્વિક મંદી, શિપબ્રેકીંગ ઉદ્યોગમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનનું વધતું જતું વર્ચસ્વ ભાવનગર જિલ્લાના અલંગ શિપબ્રેકીંગ યાર્ડ પર તેની વિપરીત અસર કરી રહી છે. અલંગમાં ઘણાં વર્ષો બાદ મંદીનું ગ્રહણ મહિનાઓ સુધી રહ્યું છે. આ વર્ષે નાણાંકીય વર્ષના એપ્રિલ, જુલાઈ અને ઓગસ્ટ માસને બાદ કરતા શિપબ્રેકીંગ ઉદ્યોગમાં મંદી રહેવાના કારણે અલંગમાં જહાજોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

ગત નવેમ્બર માસની વાત કરીએ તો માત્ર ૧૭ જહાજ અલંગની આખરી સફર ખેડવા આવ્યા હતા. જેમાં પણ નવેમ્બર-૨૦૧૮ની તુલનામાં બે જહાજનો ઘટાડો નોંધાયો હતો. એપ્રિલથી નવેમ્બર-૨૦૧૮ના સમયગાળામાં કુલ ૧૫૮ જહાજ અલંગની અંતિમ સફરે આવ્યા હતા. આ વર્ષે એપ્રિલથી નવેમ્બર સુધીમાં ૧૨૮ જહાજ જ અલંગ ખાતે બીચ થયા છે. ગત વર્ષની તુલનામાં ૨૦ શિપની ઘટ જોવા મળી છે. હજુ પણ અલંગમાં તેજી આવવાના કોઈ એંધાણ જોવા મળી રહ્યા નથી. અલંગમાં મંદીને કારણે હજારો પરિવાર પર તેની અસર જોવા મળી રહી છે.