Breaking

જાણો આ ભારતનો સૌથી રહસ્યમય કિલ્લો છે, અચાનક કેટલા લોકો સાથે કંઈક આવું થયું….

By

December 06, 2019

પ્રાચીન કિલ્લાઓ હંમેશા રહસ્ય અને જિજ્ઞાસાનો વિષય રહ્યો છે. દુનિયામાં ઘણા કિલ્લાઓ છે, જે એટલા રહસ્યમય છે કે તેમના વિશે કોઈને બરોબર જાણકારી પણ નથી.. આવો જ એક કિલ્લો ભારતમાં પણ છે, જે ખૂબ રહસ્યમય છે. તો ચાલો જાણીએ આ રહસ્યમય કિલ્લા વિશે . જોકે આ કિલ્લો ક્યારે બન્યો અને કોણે બનાવ્યો તેની કોઈ માહિતી નથી, તેમ છતાં કહેવામાં આવે છે કે આ કિલ્લો 1500 થી 2000 વર્ષ જૂનો છે. તેના પર ચંદેલો, બુંદેલો અને ખંગાર જેવા ઘણા શાસકો એ રાજ કર્યું હતું.

 

 

આ કિલ્લો સુરક્ષાની દ્રષ્ટીએ બનાવવામાં આવેલો એક અનોખો નમુનો છે. જે લોકોને ભ્રમિત કરે છે. આ કિલ્લો એવી રીતે બાંધવામાં આવ્યો હતો કે તે ચારથી પાંચ કિલોમીટર દૂરથી જોઇ શકાય છે, પરંતુ તે નજીક આવતા જ દેખાવાનું બંધ થઈ જાય છે. જે રસ્તાથી કિલ્લો દૂરથી દેખાય છે જો તમે તે જ રસ્તેથી આવો છો, તો તે માર્ગ કિલ્લાની જગ્યાએ બીજે ક્યાંક નિકળે છે, જ્યારે કિલ્લા તરફ જવા માટે બીજો રસ્તો જાય છે.

 

જ્યારે આ કિલ્લાની ગણતરી ભારતના સૌથી રહસ્યમય કિલ્લામાં ગણાય છે. આસપાસ રહેતા લોકો કહે છે કે ઘણા સમય પહેલા નજીકના ગામમાં લગ્ન હતા. ગામમાં એક જાન આવી હતી. આ જાનનાં જાનૈયાઓ અહીં કિલ્લાની મુલાકાતે આવ્યા હતા. ચાલતા ચાલરા તે લોકો ભોંયરામાં પહોંચી ગયા હતા. ત્યારબાદ તેઓ રહસ્યમય રીતે અચાનક ગાયબ થઈ ગયા. તે 50-60 લોકો આજદિન સુધી મળી શક્યા નથી. આ પછી પણ આવી કેટલીક ઘટનાઓ બની, જેના પછી કિલ્લાની નીચે જતા તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા.