બોલિવૂડ અભિનેત્રી ઋચા ચઢ્ઢા એકવાર ફરી ચર્ચામાં છે. તેણે પોતાના એક ઈન્ટરવ્યૂમાં કાસ્ટિંગ કાઉચનો અનુભવ શેર કર્યો હતો. તેને જે રીતે સામનો કરવો પડ્યો હતો તેનો ઉલ્લેક કરતા બધી વાત જણાવી હતી. અભિનેત્રીએ કહ્યું કે, હું કેટલીય વાર લોકોનો ઈશાનો સમજી નહોતી શકતી. કારણ કે ત્યારે હું ખુબ યંગ હતી અને વધારે સમજ ના પડતી.
આગળ વાત કરતાં જણાવ્યું કે, કેટલીય વાર લોકોના ઈશારા મને ન સમજાતા. કારણ કે ત્યારે મને વધારે ખબર ન પડતી. થોડી આવી સમજ ઓછી હતી. એક વખત એક માણસ મારી પાસે આવ્યો અને કહ્યું કે આપણે ડિનર કરવું જોઈએ. ત્યારે હું સમજી ન શકી કે મારે શું જવાબ આપ્યો અને મે કહ્યું કે મે જમી લીધું છે. ડિનરનું આખુ મેનું બતાવીને જ્યારે એ શખ્સે મને ટર કરીને કહ્યું કે આપણે ડિનર કરવું જોઈએ ત્યારે મને ખબર પડી કે શું કહેવા માગે છે.
આ સિવાય ઋચાએ એ પણ ખુલાસો કર્યો કે તેને એક વખત ઋતિક રોશનની મા બનવાનો રોલ ઓફર કરવામાં આવ્યો. આ વાત પર તે ખુબ નારાજ થઈ અને સાથે સાથે તેણે કાસ્ટિંગ ડાયરેક્ટરને ક્યારેય બીજી વાર જવાબ જ ન આપ્યો.