મેષઃ- પોઝિટિવઃ- તમે તમારું વધારે ધ્યાન ધનલાભ ઉપર કેન્દ્રિત કરશો અને યાત્રા કરશો નહીં. તમે જરૂરિયાત પ્રમાણે તમારા વેપાર અથવા કાર્યના અંતર્ગત જ યાત્ર કરો. આ યાત્રા તમારી માટે ફાયદાકારક સાબિત થશે. નેગેટિવઃ- તમે અન્ય લોકો ઉપર વધારે ધ્યાન આપશો. તમારે બદલતી પરિસ્થિતિઓ અનુકૂળ રહેવું પડશે અને તમારી સફળતા માટે લોકો સાથે સમાયોજન કરવું પડશે. લવઃ- પ્રેમીજન વ્યવહારિક રૂપથી એકબીજા પ્રત્યે સમર્પિત રહીને જીવનમાં આગળ વધવાનો નિર્ણય કરશે. વ્યવસાયઃ- આજે વેપારમાં નુકસાન ઉઠાવવું પડી શકે છે. સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્યમાં ઉમંગ અને ઉત્સાહની સ્થિતિ પ્રાપ્ત થતી રહેશે.
વૃષભઃ- પોઝિટિવઃ- તમારા દિમાગમાં પોઝિટિવ વિચાર આવશે અને તમે માનસિક રૂપથી સંતુષ્ટ રહેશો. તમારામાં આત્મવિશ્વાસની વૃદ્ધિ થશે. તમારી બુદ્ધિનો વિકાસ થશે અને જ્ઞાન અર્જિત કરવાની ક્ષમતામાં વૃદ્ધિ થશે. નેગેટિવઃ- મહત્ત્વપૂર્ણ અને કઠોર નિર્ણય લેવો પડી શકે છે. જે તમારી આસપાસના લોકોને ગમશે નહીં. પરંતુ તે નિર્ણય તમારા જીવન માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. લવઃ- આ સમય તમારા પ્રેમ જીવન માટે સૌથી રોમેન્ટિક રહેશે. વ્યવસાયઃ- વેપારમાં ઉત્તરોતર વૃદ્ધિ થશે. સ્વાસ્થ્યઃ- રાહૂ વિચારવાની શક્તિને અચાનક જ વિપરીત દિશા તરફ વાળી શકે છે.
મિથુનઃ- પોઝિટિવઃ- તમારા ગ્રહ યોગ તમારી વિદ્યા, પ્રેમ સંબંધ, સંતાન, દાંપત્ય જીવન, વેપાર, ઉચ્ચ શિક્ષા, માન-સન્માન તથા ભાગ્યમાં વૃદ્ધિ કરશો. આ સમયનો લાભ ઉઠાવો અને મહેતન કરશો. નેગેટિવઃ- તમે માનસિક રૂપે થોડાં અસંતુષ્ટ રહેશો અને મનમાં અજીબ બેચેની બની રહેશે. કોઇપણ પ્રકારની ગભરામણ અને વ્યાકુળતામાં આવીને ઉત્તેજિત થવું નહીં. લવઃ- આ મહિને તમે ઘણાં લોકોને મળશો. વ્યવસાયઃ- નવો વેપાર કરવા માંગતાં લોકોને હાનિ થઇ શકે છે. સ્વાસ્થ્યઃ- રાહૂનો દુષ્પ્રભાવ તમને પરેશાન કરશે નહીં.
કર્કઃ- પોઝિટિવઃ- નોકરીની શોધમાં રહેલાં લોકોને સ્થાયી અથવા લાંબા સમય સુધી ટકી શકે તેવી નોકરી મળવાની સંભાવના છે. આ સમય તમારા કરિયર માટે મિશ્રિત પરિણામ આપનાર રહેશે. નેગેટિવઃ- નાની-મોટી સમસ્યાઓ દૂર થઇ જશે અને શિક્ષામાં થોડો સુધાર આવશે. આ સમય વધારે વ્યસ્ત રહેશો અને તમે તમારા પરિવારને ઓછો સમય આપી શકશો. લવઃ- તમારા જીવનમાં નવા વ્યક્તિનો પ્રવેશ થઇ શકે છે. વ્યવસાયઃ- રોકાણ કરવા માંગતાં લોકોએ સાવધાન રહેવું. સ્વાસ્થ્યઃ- તનની તંદુરસ્તી હેતુ થોડી ઉત્તમ તો થોડી મધ્યમ રહેશે.
સિંહઃ- પોઝિટિવઃ- કામના લીધે યાત્રા કરવી પડશે અને વિદેશ જવાની પણ સંભાવના છે. આ યાત્રાનું પરિણામ તમારી માટે સુખદ રહેશે અને તમારા જીવનમાં આગળ વધવાનો અવસર મળશે. નેગેટિવઃ- મલ્ટીનેશનલ કંપનીમં કામ કરતાં લોકો માટે વર્ષ ખૂબ જ ઉપલબ્ધિઓથી ભર્યું રહેશે. તમારા કામ ઉપર સંપૂર્ણ ફોકસ રાખીને મહેનત કરો. લવઃ- આ સમય પ્રેમ જીવનની કઠોર પરીક્ષા લેશે. વ્યવસાયઃ- વ્યવસાય અથવા રોકાણ તમને નુકસાન આપી શકે છે. સ્વાસ્થ્યઃ- હળવી કસરત કરવાની જરૂર છે.
કન્યાઃ- પોઝિટિવઃ- તમે પ્રોપર્ટીને ભાડે આપીને સારો લાભ પ્રાપ્ત કરી શકો છો. જેના અંતર્ગત પ્રોપર્ટી સેલ લાભ આપનાર સાબિત થશે. પરિવારના લોકો વ્યસ્ત રહેશે અને પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. નેગેટિવઃ- આર્થિક દ્રષ્ટિએ આ સમય સર્વાધિક શુભ નથી. તમારે આવક અને ખર્ચ વચ્ચે સામંજસ્ય બેસાડવાનો પ્રયાસ કરવો પડશે. લવઃ- પ્રેમ જીવન માટે ચુનોતીપૂર્ણ સમય પ્રારંભ થઇ જશે. વ્યવસાયઃ- તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે સારો વ્યવહાર જાળવી રાખો. સ્વાસ્થ્યઃ- આ સમયે તમે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડાં પરેશાન રહેશો.
તુલાઃ- પોઝિટિવઃ- તમારા પરિવારના માન, સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે તથા પરિવારમાં કોઇના લગ્ન થવાના કારણે સામાજિક રૂપથી તમારો પરિવાર આગળ વધશે. સમય પારિવારિક જીવન માટે ખૂબ જ ઉત્તમ રહેશે. નેગેટિવઃ- યાત્રાઓ વધારે રહેશે જેના ઉપર ખર્ચ પણ વધારે થશે. સંપૂર્ણ પ્લાનિંગ સાથે યાત્રા કરવી જેથી વધારે ખર્ચને સીમિત કરી શકાય. લવઃ- તમે તમારા કાર્યક્ષેત્રમાં વધારે વ્યસ્ત રહેશો. વ્યવસાયઃ- વ્યવસાયના સંદર્ભે વિદેશ યાત્રા પર જવું પડી શકે છે. સ્વાસ્થ્યઃ- રોગ અને બીમારીને દૂર કરવાની જરૂર છે.
વૃશ્ચિકઃ- પોઝિટિવઃ- તમને મિશ્રિત અનુભવ પ્રાપ્ત થશે. આ સમયે તમારી સામે એવી પરિસ્થિતિ આવશે જેમાં તમારે મુશ્કેલ નિર્ણયો લેવા પડી શકે છે. વૈવાહિક જીવનમાં સુખના ક્ષણો આવશે અને તમારું દાંપત્ય જીવન મધુર બનશે. નેગેટિવઃ- સ્થિતિઓ થોડી નિયંત્રણમાં આવશે અને તમે ધન કમાવાની દિશામાં આગળ વધશો. કોઇપણ પ્રકારના શોર્ટકટથી રૂપિયા કમાવાનો પ્રયાસ કરશો નહીં. લવઃ- સમય પ્રેમ સંબંધ માટે અનુકૂળ છે. વ્યવસાયઃ- ભાગેદારીમાં વ્યવસાય કરતાં લોકો માટે સમય શુભ રહેશે. સ્વાસ્થ્યઃ- શરીરમાં નાની-નાની પરેશાનીઓ રહેશે.
ધનઃ- પોઝિટિવઃ- આ સમય તમારા માટે ચુનોતીપૂર્ણ રહેશે. પરંતુ તમારી દઢ ઇચ્છાશક્તિથી તમે દરેક સમસ્યાનો સામનો કરી શકશો. વિદેશ યાત્રાની સંભાવના પ્રબળ રહેશે. નેગેટિવઃ- આ સમય તમારા આર્થિક દ્રષ્ટિકોણ માટે વધારે યોગ્ય રહેશે નહીં. આ સમયે આર્થિક ચુનોતીઓનો સામનો કરતી વખતે તમે કોઇ મુશ્કેલીમાં પડશો નહીં. લવઃ- આ સમય લવ બર્ડ્સ માટે સારો રહેશે. વ્યવસાયઃ- ધનનું રોકાણ અને ખર્ચ ઉપર વિશેષ ધ્યાન આપો. સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
મકરઃ- પોઝિટિવઃ- તમારું દાંપત્ય જીવન મધુરતા સાથે ચાલતું રહેશે અને તમારા પારસ્પરિક તાલમેલના કારણે દાંપત્ય જીવનમાં સુખ વધશે. સંબંધોમાં ભાવનાત્મક વળાંક આવશે અને તમે એકબીજાની ભાવનાઓને સમજશો. નેગેટિવઃ- જો તમે સમજી-વિચારીને કામ કરશો તો તમારા નિર્ણયો સારો રસ્તો બતાવશે અને તમે મનગમતી નોકરી મેળવવામાં સફળ રહેશો. લવઃ- કપલ્સમાં પ્રેમ જીવનમાં સુખ વધશે. વ્યવસાયઃ- તમે વેપારમાં કોઇ ઉપલબ્ધિ હાંસલ કરી શકો છો. સ્વાસ્થ્યઃ- તનની તાકાત અને મનનો ઉત્સાહ વધશે.
કુંભઃ- પોઝિટિવઃ- એક્ટિંગ, નાટક, ફાઇન આર્ટ, ક્રિએટિવ વર્ક, ફોટોગ્રાફી, સોશ્યિલ સર્વિસ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, સિવિલ એન્જીનિયરિંગ, વિધિ તથા કાનૂન, સમાજ સેવા ક્ષેત્રોમાં રસ ધરાવતાં લોકો માટે સમય શુભ રહેશે. નેગેટિવઃ- તમને ધૈર્ય રાખવાની સલાહ આપવામાં આવી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારે કોઇ જોખમ લેવું નહીં. લવઃ- સિંગલ લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. વ્યવસાયઃ- ધન સંબંધી કોઇ રિસ્ક લેવું નહીં. સ્વાસ્થ્યઃ- તમે સારા સ્વાસ્થ્યના માલિક રહેશો.
મીનઃ- પોઝિટિવઃ- ગુરૂ બૃહસ્પતિ તમારી રાશિમાં વિરાજમાન રહેશે અને તમને ઉત્તમ નિર્ણય લેવામાં મદદ કરશે. આ નિર્ણય ભવિષ્યમાં તમારા સુખદ કરિયરનું મૂળ રાખશે. નેગેટિવઃ- કોઇ નવું કામ અથવા વ્યવસાય શરૂ કરવું નહીં. જો તમે પહેલાંથી જ કોઇ વેપાર કરો છો તો તેને વધારે શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરો. લવઃ- તમે લગ્નબંધનમાં બંધાવ તેવા યોગ બનશે. વ્યવસાયઃ- તમારો આવક નિયમિત રહેશે. સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પહેલાં કરતાં વધારે સારું રહેશે.