ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ ભલે બોલિવૂડમાં એન્ટ્રી નથી કરી. પરંતુ સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ અને હોટ અંદાજના કારણે ઘણી પોપ્યુલર છે. તે સતત સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટોઝ અને વીડિયોઝ પોસ્ટ કરે છે. તાજેતરમાં પલકે તેની કેટલીક ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી છે. જે ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.
આ તસવીરોમાં પલક ટ્યુબ ટોપ અને જીન્સમાં ખૂબજ સ્ટનિંગ લાગી રહી છે. ઉપરાંત ખુલ્લા વાળ તેના લુકને વધુ સુંદર બનાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે પલકની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોવિંગ છે. પલકના ઈન્સ્ટાગ્રામ પર 2 લાખથી પણ વધુ ફોલોવર્સ છે. પલકના બોલિવૂડમાં ડેબ્યૂને લઈ ઘણા સમયથી ચર્ચાઓ થઈ રહી છે. જોકે તે બોલિવૂડમાં ક્યારે ડેબ્યૂ કરશે તે વિશે હાલ કોઈ સ્પષ્ટ માહિતી નથી. પરંતુ માહિતી મળી છે કે પલક બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે ઘણી એક્સાઇટેડ છે અને તે જલ્દી બોલિવૂડમાં એન્ટ્રી કરી શકે છે.