Entertainment

નવી દિલ્હી સરકારે અક્ષય કુમારને પત્ર લખી કરી આ અપિલ

By

December 11, 2019

બોલિવુડમાં ખિલાડીના નામે જાણીતા અભિનેતા અક્ષય કુમારને નવી દિલ્હી સરકારે પત્ર લખીને સિલ્વર સ્ક્રીન પર ધૂમ્રપાન ન કરવાની સલાહ આપી છે. પત્ર અનુસાર અભિનેતાઓને ફોલો કરનારાઓની સંખ્યા લાખોમાં હોય છે. સ્ટાર દ્વારા કરાયેલી કોઇપણ હરકત કે આદતની અસર લોકો પર ખાસ કરીને યુવાનો પર પડતી હોય છે. એવામાં આરોગ્ય વિભાગે અક્ષય કુમારને પત્ર લખીને ભવિષ્યમાં ધૂમ્રપાન વાળા કોઇપણ દૃશ્યો ન ભજવવાની અપીલ કરી છે. જો કે આ બાબતે અક્ષય કુમાર સાથે વાત કરવાનો પ્રયાસ કરાતા તેની તરફથી કોઇપણ પ્રતિક્રિયા આવી નહોતી.

અક્ષય કુમારને પત્ર લખનાર નવી દિલ્હીના આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેકટર ડો. એસ કે અરોરાએ જણાવ્યું હતું કે હાલમાં જ આવેલી અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડમાં સતત સિગારેટ પીતો જોવા મળ્યો હતો. આ મામલાને ગંભીરતાથી લઇને અમે તેને ગોલ્ડ ફિલ્મમાંથી ધૂમ્રપાન કરતા તેના દૃશ્યોને હટાવવાની માગણી સાથે ભવિષ્યમાં આવા ઉત્પાદકોનો પ્રચાર ટાળવાનું તેમ જ સિલ્વર સ્ક્રીન પર ધૂમ્રપાન ન કરવાની અપીલ કરી છે. થોડા દિવસો પહેલા અક્ષય કુમારે એક કાર્યક્રમમાં પોતે જણાવ્યું હતું કે ફિલ્મી સિતારાઓએ તંબાકુજન્ય પદાર્થોને પ્રોત્સાહન ન આપવું જોઇએ.