Breaking

જાણો પુત્રે માતા પર તો પિતાએ દિકરી પર કર્યો બળાત્કાર….

By

December 12, 2019

મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં બે અલગ અલગ બળાત્કારના બનાવો બન્યા હતા જે માનવતાને લજવે એવા નીકળ્યા. એક બનાવમાં શરાબના નશાના બંધાણી પુત્રે સગ્ગી માતા પર બળાત્કાર કર્યા હતા અને બીજા કિસ્સામાં પિતાએ 13 વર્ષની સગીર પુત્રી પર રેપ કર્યો હતો. આ ચોંકાવનારી માહિતી આપતાં ઔરંગાબાદ પોલીસે કહ્યું કે અમને બુધવારે સવારે એક મહિલા મળવા આવી હતી. એ ધ્રૂર્સ્કે ધ્રૂસ્કે રડતી હતી. એણે અમને જણાવ્યું કે શરાબના નશામાં મારો સગ્ગો દીકરો મારા પર રેપ કરે છે. એની વાત સાંભળીને અમે ચોંકી ઊઠ્યા હતા. સિડકો પોલીસે તરત એની ધરપકડ કરી લીધી હતી.

આ સ્ત્રીના પતિ સાત વર્ષ પહેલાં અવસાન પામ્યા હતા. રેપનો ભોગ બનેલી મહિલા એક હૉસ્પિટલમાં કામ કરે છે. એને બે પુત્રી પણ છે. પુત્રને શરાબની લત છે એટલે ગમે ત્યારે મા પાસે પૈસા માગતો રહેતો. પૈસા ન આપું તો મારપીટ કરતો. છેલ્લા ત્રણ મહિનામાં મારા પર અનેકવાર રેપ કર્યો અને કોઇને કહીશ તો તને મારી નાખીશ એવી ધમકી પણ આપી.

બીજો કિસ્સો ઔરંગાબાદના સાંઇનગર વિસ્તારનો હતો. વૉચમેન તરીકે કામ કરતા એક આદમીએ પોતાની તેર વર્ષની પુત્રી પર રેપ કર્યો હતો. પુત્રીએ પોતાની માતાને જણાવી દેતાં માતા ચોંકી ઊઠી હતી. આ પરિવાર છેલ્લાં બે વર્ષથી અહીં રહેવા આવ્યો હતો. સગ્ગા બાપે પુત્રી પર રેપ કરતાં ચોંકી ઊઠેલી માતાએ બુધવારે સવારે હિંમત કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કિસ્સામાં પણ પોલીસે તરત પગલાં લઇને બળાત્કારી બાપને ઝડપી લીધો હતો. બંને આરોપીને કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે બંનેને પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.