Breaking

આજનું રાશિફળ વૃશ્ચિક રાશિ ઉપર માં લક્ષ્મીની કેવી કૃપા થશે, લાભ અને નોકરીમાં પ્રમોશન મળશે…

By

December 13, 2019

મેષઃ- પોઝિટિવઃ- બાળકો ધરતી ઉપર સૌથી વધારે તાકાતવર અને ભાવનાત્મક લોકો છે. તેમની સાથે તમે પોતાને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. ગૃહ-પ્રવેશ માટે શુભ દિવસ છે. પરિવારમાં આનંદ છવાયેલો રહેશે. નેગેટિવઃ- ઘરેલૂ સુખ-સુવિધાની વસ્તુઓ ઉપર જરૂરિયાત કરતાં વધારે ખર્ચ કરવો નહીં. વાણી ઉપર સંયમ રાખો નહીંતર પરિજનો સાથે વાદ-વિવાદ થઇ શકે છે. તે યોજનામાં રોકાણ કરતાં પહેલાં બેવાર વિચાર કરવું જે આજે જ તમારી સામે આવી છે. લવઃ- આજના દિવસે શરૂ થયેલી રિલેશનશિપ લાંબા સમય સુધી ચાલી શકે છે. વ્યવસાયઃ- કારોબારમાં આર્થિક લાભ અને નોકરીમાં ઉન્નતિના યોગ છે. સ્વાસ્થ્યઃ- શારીરિક બળ અને પરાક્રમમાં સારી વૃદ્ધિ થશે.

વૃષભઃ- પોઝિટિવઃ- પરિવાર અને દાંપત્ય જીવનમાં આનંદ છવાયેલો રહેશે. પરિવારના સહયોગથી જ કાર્યક્ષેત્રમાં તમે સારું પ્રદર્શન કરી શકશો. મિત્રો અને પરિજન સાથે આનંદપૂર્વક સમય વિતશે. નેગેટિવઃ- જીવનસાથી સાથે સંવાદ કાયમ રાખવો મુશ્કેલ સિદ્ધ થશે. સફર માટે દિવસ સારો નથી. કાર્યભાર વધવાથી પરિશ્રમ પણ વધારે રહેશે. ધનની લેવડ-દેવડમાં સાવધાની રાખવી. લવઃ- પાર્ટનરની ભાવનાઓને સમજવાની કોશિશ કરો. વ્યવસાયઃ- કઠોર પરિશ્રમથી કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. સ્વાસ્થ્યઃ- આરોગ્ય એકદમ સારું રહેશે.

મિથુનઃ- પોઝિટિવઃ- પરિવારમાં નવી જવાબદારી મળી શકે છે. પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે. પરિજનોનો ભરપૂર સહયોગ મળશે. દાંપત્ય જીવનમાં સુખ અને સંતોષનો અનુભવ થશે. આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં રસ વધશે. નેગેટિવઃ- ખર્ચ વધારે રહેશે. પરિવારના સભ્યો અનેક વસ્તુઓની માંગ કરી શકે છે. વડીલોના આશીર્વાદથી કાર્યમાં સફળતા મળશે. લવઃ- પત્ની સાથે માંગલિક પ્રોગ્રામમાં જવાના યોગ બની રહ્યા છે. વ્યવસાયઃ- આજનો દિવસ મિશ્રિત રહેશે. કારોબારમાં નાની-નાની મુશ્કેલીઓ આવતી રહેશે. સ્વાસ્થ્યઃ- શનિ અગિયારમા ભાવમાં ગુરૂ સાથે ગોચર કરીને તમારું સ્વાસ્થ્ય સારું જાળવી રાખશે.

કર્કઃ- પોઝિટિવઃ- આજનો દિવસ સારો રહેશે. નવા મિત્ર બની શકે છે, જે લાભદાયક સિદ્ધ થશે. આકસ્મિત ધનલાભ થઇ શકે છે. ધાર્મિક પ્રવાસનું આયોજન થઇ શકે છે. પરિવારનું વાતાવરણ તમારી અનુકૂળ રહેશે. નેગેટિવઃ- ધનની લેવડ-દેવડથી બચવું. ગુસ્સા ઉપર નિયંત્રણ તથા વાણી ઉપર સંયમ રાખો. જીવનસાથીને સમજવાનો પ્રયાસ કરો. કાર્યોમાં સફળતા મળવાથી આત્મવિશ્વાસ વધશે. લવઃ- પ્રેમ સંબંધમાં મધુરતા લાવવાની કોશિશ કરો. વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સહયોગીઓનો સાથ મળશે. સ્વાસ્થ્યઃ- આજે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે.

સિંહઃ- પોઝિટિવઃ- જૂના મિત્રો સાથે મુલાકાત થશે, જે લાભદાયી રહેશે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઇ શકે છે. પરિવારનું વાતાવરણ સારું રહેશે. પરિજનો સાથે હરવા-ફરવા જઇ શકો છો. યાત્રા લાભદાયી રહેશે. નેગેટિવઃ- લગ્નજીવનમાં થોડી વસ્તુઓ હાથમાંથી છૂટતી જણાવશે. કાર્યભાર વધારે રહેવાથી શારીરિક રૂપથી અસ્વસ્થતા અને માનસિક ચિંતા જળવાયેલી રહેશે. વાણી ઉપર સંયમ રાખવો. લવઃ- પાર્ટનરથી તમને શુભ સમાચાર પ્રાપ્ત થશે. વ્યવસાયઃ- આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

કન્યાઃ- પોઝિટિવઃ- આજના દિવસે શરૂ કરેલું નિર્માણ કાર્ય સંતોષજનક રીતે પૂર્ણ થશે. લગ્નજીવનની દ્રષ્ટિએ આ દિવસ શાનદાર રહેશે. દિવસ રોમાંચર જાળવી રાખવા માટે નજીકના લોકો અને પરિવાર સાથે સમય વિતાવવો. નેગેટિવઃ- બિનજરૂરી વસ્તુ ઉપર રૂપિયા ખર્ચ કરી તમે તમારા જીવનસાથીને નિરાશ કરી શકો છો. પરિવારના લોકો પણ તમારી પાસે વધારે સમયની માંગ કરી શકે છે. લવઃ- પાર્ટનરને લઇને મનમાં ઉત્સાહ રહેશે. વ્યવસાયઃ- આજનો દિવસ કારોબારીઓ માટે સારો રહેશે. સ્વાસ્થ્યઃ- આ રાશિના જાતકોમાં જોશ અને ઉત્સાહની સ્થિતિ જળવાયેલી રહેશે.

તુલાઃ- પોઝિટિવઃ- નાના પ્રવાસનું આયોજન થઇ શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે, જે લાભદાયક રહેશે. કોઇ ધાર્મિક યાત્રાનો પ્રવાસ થઇ શકે છે. પરિવારનું વાતાવરણ સારું રહેશે. જીવનમાં નવા વિચારોથી બદલાવનો અનુભવ કરશો. નેગેટિવઃ- ઘરમાં પરેશાની આવી શકે છે. તમારો દ્રષ્ટિકોણ તમે તમારા મિત્રો કે પરિવારજનો ઉપર થોપવાની કોશિશ કરશો નહીં. લવઃ- સિંગલ લોકો કોઇ વ્યક્તિને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છે તો કરી શકે છે. વ્યવસાયઃ- કારોબારમાં થોડી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યઃ- યોગાસન અને હળવી કસરત કરવાની જરૂર છે.

વૃશ્ચિકઃ- પોઝિટિવઃ- પરિવારનું વાતાવરણ સારું રહેશે અને પરિજનોનો ભરપૂર સહયોગ મળળે. સરકારી કામ સરળતાથી પૂર્ણ થશે. ધાર્મિક તથા સામાજિક કાર્યોમાં ભાગ લઇ શકો છો. પરિવારનું વાતાવરણ સારું રહેશે. નેગેટિવઃ- ગુસ્સા ઉપર નિયંત્રણ અને વાણી ઉપર સંયમ રાખો. પરિજનો સાથે કોઇ વાતને લઇને મનમુટાવ થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં કઠોર પરિશ્રમથી કાર્યોમાં સફળતા મળી શકે છે. લવઃ- પાર્ટનર સાથે મનમુટાવ થવાનો સંકેત છે. વ્યવસાયઃ- કારોબારમાં આર્થિક લાભ અને નોકરીમાં પ્રમોશનના યોગ છે. સ્વાસ્થ્યઃ- માનસિક પીડાઓ ઉભરતી રહેશે.

ધનઃ- પોઝિટિવઃ- ગૃહસ્થ જીવનમાં ગુંચવાયેલાં પ્રશ્નોનું નિરાકરણ મળશે અને સંપત્તિ સાથે જોડાયેલાં કાર્યોમાં પણ માર્ગ મળશે. આધ્યાત્મિક વિચાર અને પ્રવૃત્તિઓમાં આખો દિવસ પસાર થઇ જશે. નેગેટિવઃ- વાણી ઉપર સંયમ રાખવાથી અન્ય લોકો સાથે મનમુટાવને ટાળી શકાશે. બોલચાલ, સ્વભાવ અને ચિડિયાપણાં ઉપર કાબૂ રાખવું. કાર્યસ્થળ ઉપર વિવાદની સ્થિતિ બની શકે છે. લવઃ- પાર્ટનર સાથે ફરવા જઇ શકો છો. વ્યવસાયઃ- વેપાર-ધંધામાં આર્થિક લાભની સ્થિતિ રહેશે. સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય શુભ રહેશે.

મકરઃ- પોઝિટિવઃ- આજનો દિવસ વ્યવસાયિક લોકો માટે અનુકૂળ છે. કારોબાર સારો ચાલશે અને આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. જોકે, કાર્યભાર વધારે રહેશે, જેનાથી માનસિક અને શારીરિક રૂપથી થાકનો અનુભવ થશે. નેગેટિવઃ- મધ્યાહ્ન બાદ કાર્યમાં પ્રતિકૂળતાઓમાં વૃદ્ધિ થશે. પરિવારજનો સાથે મનમુટાવ રહી શકે છે. ગુસ્સા ઉપર નિયંત્રણ અને વાણી ઉપર સંયમ રાખો. લવઃ- અપોઝિટ જેન્ડર તરફ આકર્ષણ વધી શકે છે. વ્યવસાયઃ- કારોબાર મધ્યમ ચાલશે. સ્વાસ્થ્યઃ- તનની તંદુરસ્તી વધારનાર દિવસ રહેશે.

કુંભઃ- પોઝિટિવઃ- ધન પ્રાપ્તિના પ્રબળ યોગ છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે અને આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પરિવાર સાથે સારો સમય વિતશે. મનોરંજન પ્રવૃત્તિ સાથે મન પ્રફુલ્લિત રહેશે. નેગેટિવઃ- કારોબારમાં નાની-નાની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું. પરિવારમાં ક્લેશ થવાની સંભાવના રહેશે. થાકના કારણે સ્ફૂર્તિનો અભાવ રહેશે. લવઃ- પતિ-પત્નીના સંબંધમાં મજબૂતી આવી શકે છે. વ્યવસાયઃ- વેપારમાં વિકાસ થવાથી મનમાં આનંદ છવાયેલો રહેશે. સ્વાસ્થ્યઃ- નવયુવક અને યુવતીઓનું મન તેમના કાર્યોમાં રહેશે.

મીનઃ- પોઝિટિવઃ- આજનો દિવસ સામાન્ય રહેશે. કોઇ સાથે ભાવનાત્મક સંબંધ બંધાઇ શકે છે અને તે સંબંધમાં આજે થોડાં વધારે ભાવનાશીલ રહેશે. આનંદ-પ્રમોદ તથા મનોરંજન પ્રવૃત્તિથી મન પ્રફુલ્લિત રહેશે. નેગેટિવઃ- કારોબાર સારો ચાલશે અને ધનલાભની સ્થિતિ રહેશે. કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે. કાર્ય સફળતા માટે આકરી મહેનત કરવી પડશે. શારીરિક અને માનસિક રૂપથી થાકનો અનુભવ કરી શકો છો. લવઃ- જીવનસાથી સાથે પ્રેમ વધશે. વ્યવસાયઃ- આજનો દિવસ સારો રહેશે. સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ચુસ્ત અને દુરસ્ત રાખવા માટે ખાન-પાનનું ધ્યાન રાખો.